________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૮
ટીકાર્ય :
આ
धर्ममपि સર્વાજ કૃતિ ।। વિવેકીથી પ્રસિદ્ધ એવા ધર્મને પણ=આવા પ્રકારનું દુ:ખ છે પ્રચુર જેમાં એવા સંસારનો છેદ કરનાર સર્વજ્ઞથી કહેવાયેલા એવા ધર્મને પણ, જાણીને પુરુષો કયા કારણથી પુરુષોને સહન કરે છે=ભવક્ષયને કરતા અન્ય પુરુષોની પ્રતીક્ષા કરે છે ? અર્થાત્ સહ ધાતુનું અનેકાર્થપણું હોવાથી પ્રતીક્ષા કરે છે ? કેવી પ્રતીક્ષા કરે છે ? તે યદ્યુતથી કહે છે લોકો ધર્મ કરે, અમે તેને પાછળથી કરશું અર્થાત્ જણાયેલા તત્ત્વવાળાને વિલંબ કરવાને માટે યુક્ત નથી, તે આ પ્રમાણે – સ્વામિપણું સ્વાધીન હોતે છતે કોણ વિચારક પુરુષ આ=પ્રસિદ્ધ એવા દાસત્વને, કરે ? કોઈ બુદ્ધિમાન દાસત્વને ન કરે, જે કારણથી, સંસારીપણું દાસપણા જેવું છે; કેમ કે કર્મને પરતંત્રપણું છે, મુક્તતા પ્રભુત્વ જેવી છે; કેમ કે સ્વતંત્રપણું છે અને તે=પ્રભુતા, સદ્ધર્મને કરનારાને હાથમાં પ્રાપ્ત છે.
-
-
وی
અથવા ધર્મને પણ જાણીને પુરુષો કયા કારણથી પુરુષોને સહન કરે છે ?=પુરુષોના સંબંધી આશાદાન આદિને સહન કરે છે ? ધર્મ અનુષ્ઠાનથી પ્રભુત્વની અવાપ્તિ હોવાથી તેમાં જ=ધર્મમાં, કરાયેલો યત્ન શ્રેષ્ઠ છે અને તે પ્રમાણે કહેવાયું છે
સમાન સંખ્યા છે અવયવની જેને એવો છતો પુરુષ=શરીરના અવયવો બધાના સમાન છે એવો પુરુષ, અન્ય પુરુષને કેમ આશ્રય કરે છે ?=સ્વામીરૂપે આશ્રય કરે છે ? પુણ્યથી અધિકતર છે એમ જો કહે તો, ખરેખર તે પણ તેને જ કરેપુણ્યને જ કરે.
આથી જ કહે છે=બુદ્ધિમાન પુરુષ પુણ્યશાળીને જોઈને પુણ્ય કરવા ઉત્સાહિત થાય છે. આથી જ કહે છે સ્વામિત્વ સ્વાધીન હોતે છતે કોણ બુદ્ધિમાન પુરુષ દાસત્વને કરે ? ।।૨૮૮॥
ભાવાર્થ ઃ
પૂર્વમાં ચારેય ગતિઓમાં જીવો કઈ રીતે દુઃખી થાય છે, તે બતાવ્યું. તેને સાંભળીને સંસારના દુઃખથી ઉદ્વિગ્ન થયેલો પુરુષ તેના ઉપદ્રવથી રક્ષણ કરવા માટે ધર્મ જ શરણ છે, તેવું જાણે છે; કેમ કે ધર્મ કરનારા જીવોને પૂર્વમાં વર્ણન કર્યું તેવી ચાર ગતિની વિડંબના નથી અને પૂર્ણ ધર્મને સેવીને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુદેવ અને સુમનુષ્યના ભવને પ્રાપ્ત કરે છે. તેમાં પૂર્વમાં વર્ણન કર્યું એવી વિડંબના પ્રાયઃ નથી, ફક્ત જન્મ-મરણની કદર્થના છે. આમ છતાં ધર્મને જાણ્યા પછી પણ પુરુષો અન્ય પુરુષોને સંસારનો ક્ષય કરતા જોવા છતાં તે પ્રકારે ભવક્ષય ક૨વા માટે કેમ તત્પર થતા નથી ? અર્થાત્ વિચારે છે કે આ મહાત્માઓ ભવનો ક્ષય કરવા માટે ધર્મ કરી રહ્યા છે તે સુંદર છે. અમે પછી કરશું, એમ કેમ વિલંબ કરે છે ? અર્થાત્ વિવેકી પુરુષે તે પ્રકારે વિલંબ કરવો જોઈએ નહિ; કેમ કે ધર્મ આત્મા ઉપર પોતાનું સ્વામિત્વ પ્રાપ્ત કરાવે છે. તેથી જે વ્યક્તિ પોતાના ઉપર પોતાનું સ્વામિત્વ મેળવી શકે તેમ છે, તેવો પુરુષ દાસપણું કેમ સ્વીકારે ? અર્થાત્ કર્મને પરતંત્ર ચાર ગતિમાં જન્મની પ્રાપ્તિરૂપ