________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૫-૨૮૬-૨૮૭
ગાથાર્થ ઃ
૭૫
ઈર્ષ્યા-વિષાદ-મદ-ક્રોધ-માયા-લોભ એ વગેરે વડે દેવો પણ પરાભવ પામેલા છે, તેમને સુખ ક્યાંથી હોય ? ||૨૮૭ના
ટીકા –
ईर्ष्याविषादमदक्रोधमायालोभैः प्रतीतैरेवमादिभिर्हर्षदैन्यशोकप्रवृत्तिभिश्चित्तविकारैर्देवा अपि समभिभूता वशीकृतास्तेषां कुतः सुखं नाम ?, न तत्सम्भावनापीति हृदयम् । । २८७ ।।
ટીકાર્થઃ–
ફેર્યા.... લવમ્ ।। પ્રતીત એવા ઈર્ષ્યા-વિષાદ-મદક્રોધ-માયા-લોભ એ વગેરે વડે=ચિત્તના વિકાર એવા હર્ષ-દૈન્ય-શોક વગેરે વડે, દેવો પણ પરાભવ પામેલા છે=વશ કરાયેલા છે, તેમને સુખ ક્યાંથી હોય ? તેની સંભાવના પણ નથી=સુખની સંભાવના પણ નથી, એ પ્રમાણે તાત્પર્ય છે. ।।૨૮૭મા ભાવાર્થ :
દેવો દેવલોકમાં ઉત્તમ ભોગસામગ્રીથી યુક્ત સુખી થઈને વર્તે છે, તોપણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે અશુચિવાળા ગર્ભાદિ કાદવમાં પડે છે, તે દુઃખ તેઓ માટે અતિ દારુણ છે. આ પ્રકારે નિપુણપ્રજ્ઞાથી ભાવન કરવાને કારણે જે સુખો દુઃખરૂપ ફળમાં પર્યવસાન પામે તે સુખો પરમાર્થથી અસાર છે, તેમ જાણવા છતાં મૂઢ જીવ દેવલોકના સુખમાં આસક્ત થઈને દેવભવ નિષ્ફળ કરે છે, પરંતુ સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરતા નથી કે પુણ્યના ઉદયથી મળેલું દેવલોકનું સુખ પણ ભવની સમાપ્તિ પછી ગર્ભરૂપી કાદવમાં જન્મ આપીને જીવને અનેક પ્રકારની વિડંબના કરનાર છે. વળી આ કથનને સ્પષ્ટ કરે છે –
દેવો દેવવિમાનના વૈભવને અનુભવીને દેવલોકથી પોતે ચ્યવન પામવાના છે, તેવું જાણે છે, તોપણ તેઓનું હૈયું અત્યંત નિષ્ઠુર છે. જેથી તેની વિચારણાથી હૈયાના ટુકડા થતા નથી અર્થાત્ હું શું કરું કે જેથી આ પ્રકારની કદર્થનાનું કારણ ભવ જ પ્રાપ્ત ન થાય, તેવું નિપુણતાપૂર્વક વિચારતા નથી. તે તેમની મૂઢતા જ છે.
વળી પૂર્વની બે ગાથા-૨૭૭-૨૭૮માં દેવલોકનાં સુખો કેવાં સુંદર છે ? તેમ બતાવીને સુખના અર્થીએ તેવા સુખના કારણીભૂત સમ્યગ્દર્શનમાં દૃઢ યત્ન કરવો જોઈએ, તેમ બતાવ્યું અને પ્રસ્તુત ગાથામાં તેવા સુખમાંથી પણ અવીને ગર્ભમાં જન્મે છે, માટે દેવલોકનું સુખ પણ નિઃસાર છે, તેમ બતાવ્યું. એને કા૨ણે પૂર્વના કથન અનુસાર વૈયિક સુખના અર્થીએ પણ તેના ઉપાયભૂત ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ, જેથી ધર્મના સેવનથી તેવું પૂર્ણ વૈયિક સુખ મળશે, તેવો બોધ થાય અને અંતે મોક્ષસુખ મળશે, તેવો વિશ્વાસ થાય.
વળી દેવલોકમાં રહેલા પણ જીવોમાંથી જેઓ ધર્મથી ભાવિત મતિવાળા નથી અને કોઈક રીતે દેવલોકમાં આવ્યા છે, તેઓ ઈર્ષ્યા-વિષાદ આદિ ભાવોથી હંમેશા પીડાય છે, તેથી બાહ્ય સુખ પ્રચૂર હોવા છતાં