________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૮૪, ૨૮૫–૨૮૬-૨૮૭
63
ઉપદ્રવો સદા વર્તે છે, જેથી ગાઢ દીનતાને પામેલા તેઓ આપઘાત કરીને મનુષ્યભવને નિષ્ફળ કરે છે. તેથી મનુષ્યભવમાં પણ અનેક પ્રકારની કદર્થનાઓ પ્રત્યક્ષથી દેખાય છે, તેનું સમ્યગ્ ભાવન કરીને ભવ પ્રત્યે ઉદ્વેગ થાય તેવો યત્ન કરવો જોઈએ, પરંતુ મૂઢતાથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ નિષ્ફળ કરવો જોઈએ નહિ. ૨૮૪॥
અવતરણિકા :
દેવભવમાં કયા પ્રકારના ક્લેશોનો સંભવ છે ? તે બતાવીને ભવથી ઉદ્વેગ થાય તે પ્રકારનો ઉપદેશ આપે છે
ગાથા =
देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा ।
जं परिवडंति तत्तो, तं दुक्खं दारुणं तेसिं ।। २८५ ।।
ગાથાર્થ =
દેવલોકમાં દિવ્ય આભરણોથી શણગારાયેલા શરીરવાળા દેવો પણ જે કારણથી પડે છે, તે કારણથી તેઓને દારુણ દુઃખ છે. II૨૮૫।ા
ટીકા
देवा अपि देवलोके दिव्यैराभरणैरनुरञ्जितं मण्डितं शरीरं येषां ते तथा, तेऽपि यत् प्रतिपतन्त्यशुचौ गर्भादिकलमले निमज्जन्ति ततो देवलोकात् तद्दुःखं दारुणं रौद्रं तेषां देवानामिति, प्राग् अपरिमितसुखवर्णनं तेषामनेन विरुध्यत इति चेत्, न अभिप्रायापरिज्ञानात्, तद्ध्येतदर्थं वर्णितं किल वैषयिकसुखार्थिनाऽपि सत्त्वेन धर्म एव यत्नः कार्यस्तस्मिन् सति तस्य प्रासङ्गिकत्वात्, न पुनस्तत्परमार्थतः सुखं विपर्यासाद्दुःखेऽपि सुखबुद्धिप्रवृत्तेर्विपाकदारुणत्वाच्च ।। २८५ ।। ટીકાર્થ ઃ
देवा अपि વારુળત્વાન્ચ ।। દેવલોકમાં દેવો પણ દિવ્ય આભરણથી શણગારાયેલું છે શરીર જેમનું તે તેવા છે. તેઓ પણ જે કારણથી ગર્ભાદિ કલમલરૂપ અશુચિમાં પડે છે=નિમજ્જન કરે છે. તેથી દેવલોકથી તે દારુણ=રૌદ્ર, દુ:ખ તે દેવોને છે. પૂર્વમાં તેઓના અપરિમિત સુખનું વર્ણન કરાયું તે આની સાથે વિરોધ પામે છે, એ પ્રકારે પૂર્વપક્ષી કહે તો કહે છે એમ ન કહેવું; કેમ કે અભિપ્રાયનું અપરિજ્ઞાન છે, =િજે કારણથી, તે=દેવલોકનું દિવ્ય સુખ એના માટે વર્ણન કરાયું છે કે વૈષયિક સુખના અર્થી પણ જીવે ધર્મમાં યત્ન કરવો જોઈએ; કેમ કે તે હોતે છતે=ધર્મ પ્રગટ થયે છતે, તેનું વૈષયિક સુખનું, પ્રાસંગિકપણું છે=ધર્મના નિમિત્તે વૈષયિક સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ પરમાર્થથી તે સુખ નથી; કેમ કે વિપર્યાસ છે,
*****
-