________________
ઉપદેશમાલા ભાગ- ૨ | ગાથા-૨૮૧-૨૮૩
મનુષ્યભવમાં પ્રત્યક્ષ દેખાતી કદર્થનાઓને બતાવીને પ્રસ્તુત ગાથાથી ધર્મમાં ઉદ્યમ કરવાની પ્રેરણા કરેલ છે. ર૮શા
ગાથા -
चारगनिरोहवहबंधरोगधणहरणमरणवसणाई ।
मणसंतावो अजसो, विग्गोवणया य माणुस्से ।।२८३।। ગાથાર્થ :
મનુષ્યભવમાં જેલમાં નાખવું, વધ, બંધ, રોગ, ધનનું હરણ, મરણ વગેરે કષ્ટો, મનનો સંતાપ, અયશ અને વિગોપના છે. l૨૮૩ાા ટીકા -
चारके निरोधो गुप्तौ नियन्त्रणं, चारकनिरोधश्च वधबन्धरोग-धनहरणमरणव्यसनानि च प्रतीतानीति द्वन्द्वस्तानि, मनःसन्तापश्चित्तखेदोऽयशोऽश्लाघा, विगोपना च नानारूपा विडम्बना मानुष्ये समस्तीति ।।२८३॥ ટીકાર્યઃ
ચાર.... સમસ્તીતિ ચારકમાં વિરોધ=ગુપ્તિમાં નિયંત્રણ=જેલમાં નાખવું ચારકનિરોધ છે. વધ કરવો, બાંધવો, રોગ થવો, ધનનું હરણ થવું, મરણરૂપ આપત્તિઓ પ્રતીત છે=બધા જાણે છે, એ પ્રકારે દ્વન્દ સમાસ છે, તે કષ્ટો, મનનો સંતાપ=ચિત્તનો ખેદ, અથશ અશ્લાઘા, વિગોપના= જુદા જુદા પ્રકારની વિડંબના મનુષ્યભવમાં છે. I૨૮૩મા ભાવાર્થ -
મનુષ્યભવમાં બધા જીવો પુણ્ય લઈને જન્મતા નથી, તેથી ઘણા પ્રકારના પ્રશ્નોની વચમાં તેઓ અનેક પ્રકારના ઉપદ્રવને પ્રાપ્ત કરે છે. આથી કોઈ અકાર્ય કરે તો જેલમાં નાખવામાં આવે છે. ચાબખાથી મારવામાં આવે છે, દોરડાથી બાંધવામાં આવે છે. વળી શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે. વળી પુણ્યના ઉદયથી ધન મેળવ્યું હોય, પરંતુ કોઈ ધન હરણ કરે તો ચિત્તની વ્યગ્રતા થાય છે. વળી અનેક પ્રકારની યાતનાપૂર્વક મરણની પ્રાપ્તિ થાય છે. વળી તે તે સંયોગોમાં મનુષ્યોને મનનો સંતાપ, લોકમાં અશ્લાઘા, અનેક પ્રકારની શારીરિક-માનસિક વિડંબનાઓ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે કર્મજન્ય મનુષ્યભવનું વાસ્તવિક સ્વરૂપ વિચારવાથી ભવભ્રમણ પ્રત્યે ખેદ થાય છે અને પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં પોતાનું હિત સાધવાનો યત્ન થાય છે અને જે મૂઢમતિવાળા જીવો છે, તેઓને મનુષ્યભવમાં આવા પ્રકારના બધા અનર્થો પ્રત્યક્ષ દેખાય છે, તોપણ ભવ પ્રત્યે ઉદ્વેગ થતો નથી, માત્ર પ્રાપ્ત થયેલા ઉપદ્રવનું નિવારણ કરવામાં મનુષ્યભવને નિષ્ફળ કરે છે. [૨૮૩ાા