________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૭૯-૨૮૦, ૨૮૧
ટીકા -
कर्कशदाहं तीव्राग्निना, शाल्मल्यसिवनवैतरणीप्रहरणशतैर्हेतुभूतैर्या यातनाः पीडाः प्राप्नुवन्ति नरकेषु भवा नारकास्तत् किमित्याह-अधर्मफलं पापकार्यम् ।।२८०।।। ટીકાર્ય :
શાાં ... પાપા ને કર્કશદાહને તીવ્ર અગ્નિ વડે વેદનાને, શાલ્મલી એવું તલવારનું વન, વૈતરણી નદી અને પરસ્પર હેતુભૂત સેંકડો પ્રહારો વડે જે યાતનાઓને=પીડાઓને, નરકમાં થનારા તારક જીવો પ્રાપ્ત કરે છે, તે શું? એથી કહે છે – અધર્મનું ફળ છે–પાપનું કાર્ય છે. ૨૮ ભાવાર્થ :
જેઓ ધર્મને પામ્યા પછી પણ પ્રમાદને વશ સમ્યક્તનો નાશ કરે છે અને વિષયોમાં ગાઢ રતિને કરે છે, તેઓને શબ્દોના વર્ણનથી અતીત એવી નરકનાં દુઃખોની કારમી યાતનાઓ પ્રાપ્ત થાય છે, તેમાં કેટલાંક દુઃખો શરીરની અપેક્ષાએ અતિકર્કશ હોય છે, તો કેટલાંક દુઃખો ચિત્તની અપેક્ષાએ પરમ તીર્ણ હોય છે. તેથી તેવાં દુઃખોનું વર્ણન સાંભળીને પણ જીવે તેવાં દુઃખોની પ્રાપ્તિના બીજભૂત પ્રમાદનો પરિહાર કરીને ધર્મમાં અપ્રમાદ કરવો જોઈએ, અન્યથા પ્રમાદને વશ કંઈક બાહ્ય ધર્મ કરેલો હોય તોપણ પ્રતિજ્ઞા અનુસાર ધર્મનું સેવન નહિ હોવાથી અને ધર્મના સેવનની વિધિમાં અનાદર વર્તતો હોવાથી તે મહાત્માને કલ્પનાતીત એવા નરકનાં દુઃખો અનેક વખત પ્રાપ્ત થાય છે. આથી જેઓ સાધુપણામાં પ્રસાદના અનર્થોનો વિચાર કરતા નથી, તેઓ સંયમજીવનમાં પ્રમાદને વશ નરકની પ્રાપ્તિને અનુકૂળ કર્મસંચય કરે છે, તેના ફળરૂપે કલ્પનાતીત એવી નરકની યાતનાઓ ભોગવે છે. ll૨૭૯-૨૮ના અવતરણિકા -
न चान्यत्रापि संसारे सुखमस्तीत्याहઅવતરણિતાર્થ :
અને અન્યત્ર પણ સુખ નથી=નરકમાં તો સુખ નથી, પરંતુ અન્ય ત્રણ ગતિમાં પણ સુખ નથી. એ પ્રમાણે કહે છે – ગાથા -
तिरिया कसंकुसारानिवायवहबंधमारणसयाई ।
न वि इहइं पाविंता, परत्थ जइ नियमिता हुंता ।।२८१।। ગાથાર્થ :
ચાબુક, અંકુશ, આરાના પડવાથી વધ, બંધ અને મારણનાં સેંકડો દુઃખો આ લોકમાં=તિયચ લોકમાં, પામ્યા ન હોત, જો પરલોકમાં નિયમિત થયા હોત=ધર્મથી નિયંત્રિત થયા હોત.ર૮૧||