________________
પ૮
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૧-૨૭૨ ભાવાર્થ :
જે જીવોના ચિત્તમાં જિનવચન યુક્તિ અને અનુભવથી યથાર્થ સ્થિત થયેલું છે, તે જીવમાં સમ્યક્ત સુસ્થિત છે અને તેવું સમ્યક્ત કુત્સિત આગમના શ્રવણનું મથન કરનાર છે; કેમ કે જેને જિનવચનના પરમાર્થનો બોધ છે, તેને સર્વજ્ઞનું વચન કઈ રીતે જિનતુલ્ય થવાનું એક કારણ છે તેનો પરમાર્થ દેખાય છે, તેથી અન્ય દર્શનના યથાતથા પ્રલાપો કે સ્વદર્શનમાં વર્તતા સ્યાદ્વાદને અવલંબીને કરાતા યથાતથા પ્રલાપો બુદ્ધિમાં સ્પર્શતા જ નથી, પરંતુ નિર્મળ ગતિને કારણે તે વિપરીત પ્રરૂપણા તેને અસાર જ જણાય છે અને જે જીવને વીતરાગનું વચન કઈ રીતે જીવને વીતરાગતા પ્રત્યે પ્રવર્તાવીને મોક્ષનું કારણ છે, તેનો પરમાર્થ દેખાય છે, તે જીવને અવશ્ય અલ્પકાળમાં ભવના નાશનું કારણ એવું યોગનિરોધ રૂપ ચારિત્ર અને કેવળજ્ઞાન થાય છે, ફક્ત વીર્યનો પ્રકર્ષ થાય તો આ ભવમાં જ કેવળજ્ઞાન થાય. જેમ નાગકેતુને ભગવાનની પૂજા કરતાં કરતાં વીર્યનો પ્રકર્ષ થયો તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. વળી કેવળજ્ઞાનનાં બાધક પ્રચૂર કર્યો હોય, તોપણ તે મહાત્મા અવશ્ય પરિમિત ભવોમાં જ યોગનિરોધ અને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરશે, માટે સર્વ પ્રકારના કલ્યાણની પરંપરાનું કારણ સમ્યગ્દર્શન જ છે. માટે નિર્મળ મતિપૂર્વક જિનવચનના તાત્પર્યને જાણવા માટે, જાણીને ભાવન કરવા માટે અને ભાવન કરીને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલા સમ્યક્તને કારણે મોક્ષનાં સુખો સ્વાધીન બને. ll૨૭૧ાા અવતરણિકા :
मोक्षसाधने तु त्रितयमपि व्याप्रियत इत्याहઅવતરણિકાર્ય :વળી મોક્ષને સાધવામાં ત્રિતય પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણે પણ, વ્યાપારવાળા થાય છે, એને
ગાથા -
सुपरिच्छियसम्मत्तो नाणेणालोइयत्थसम्भावो ।
निव्वणचरणाउत्तो इच्छियमत्थं पसाहेइ ॥२७२।। ગાથાર્થ :
સુપરિચ્છિત સખ્યત્વવાળો, જ્ઞાન વડે જોવાયેલા પદાર્થના સભાવવાળો, નિર્વણ ચારિત્રથી યુક્ત પુરુષ ઈચ્છિત અર્થને સાધે છે. ll૨૭શા ટીકા -
शोभनं परिच्छितं छो छेदने (पा.धा. ११४१) इति धातोः परिच्छेदो यस्मिन् तत् तथा सुपरिच्छितं सम्यक्त्वं यस्येति समासः, दृढसम्यग्दर्शनः सन् ज्ञानेनालोकितार्थसद्भावः प्रकाशितजीवादितत्त्वो