________________
પs.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૦
અવતરણિકાર્ય :
આ કેવી રીતે છે ?=સમ્યક્ત આપનારા ગુરુનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી, તે કેવી રીતે છે ? એથી કહે છે – તેનું–માર્ગદાયક ગુણનું બૃહદ્ ગુણપણું =અન્ય સર્વ ગુણો કરતાં અધિક ગુણપણું છે – તે આ પ્રમાણે,
ગાથા :
सम्मत्तम्मि उ लद्धे, ठइयाइं नरय तिरियदाराइं ।
दिव्वाणि माणुसाणि य मोक्खसुहाई सहीणाई ॥२७०।। ગાથાર્થ -
વળી સખ્યત્વ પ્રાપ્ત થયે છતે નરક-તિર્યંચનાં દ્વારો બંધ કરાયાં, દેવલોકનાં, મનુષ્યનાં અને મોક્ષનાં સુખો સ્વાધીન કરાયાં. II૨૭૦ll ટીકાઃ
सम्यक्त्वे तत्त्वार्थश्रद्धानलक्षणे, तुशब्दादबद्धायुष्केण लब्धे सति स्थगितानि पिहितानि नरकतिर्यग्द्वाराण्युपलक्षणत्वात् तद्गतिदुःखानि भवन्ति, तदनेनास्यानर्थविघातित्वमुक्तम्, अधुनार्थसम्पादकत्वमाह-दिव्यानि स्वर्गजानि मानुषाणि च मर्त्यप्रभवानि सुखानीति शेषः । चशब्दस्य व्यवधानसम्बन्धान्मोक्षसुखानि च स्वाधीनानि आत्मायत्तानीति ।।२७०।। ટીકાર્ય :
સીત્તે .... ગાભાવેત્તા નીતિ | તત્વાર્થની શ્રદ્ધારૂપ સખ્યત્વ પ્રાપ્ત થયે છતે, તુ શબ્દથી અબદ્ધ આયુષ્કવાળા પુરુષથી સખ્યત્વ પ્રાપ્ત કરાવે છતે નરક-તિર્યંચનાં દ્વારો ઢાંકી દેવાયાં, ઉપલક્ષણપણું હોવાથી તે ગતિનાં દુઃખો બંધ કરાયેલાં થાય છે. તેથી આના દ્વારા આનું સખ્યત્વનું, અનર્થવિઘાતીપણું કહેવાયું. હવે અર્થના=પ્રયોજનના, સંપાદકપણાને કહે છે – દિવ્ય સુખો–દેવલોકનાં સુખો, મનુષ્યનાં સુખો અને મોક્ષનાં સુખો સ્વાધીન પોતાને આધીન, કરાયા, શબ્દનો વ્યવધાનથી સંબંધ છે. તેથી મોવર લુહારું પછી યોજના છે. ૨૭૦I ભાવાર્થ
કોઈ મહાત્મા યોગ્ય જીવને ભગવાનના વચનના પારમાર્થિક તત્ત્વનો બોધ થાય, તેવો ઉપકાર કરે તે ઉપકાર દુષ્પતિકાર કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
જે જીવને સમ્યક્તની પ્રાપ્તિ થઈ, તે જીવ પૂર્વમાં આયુષ્ય બાંધ્યું ન હોય તો પ્રાપ્ત થયેલા સમ્યક્તના બળથી નરક અને તિર્યંચનું આયુષ્ય બાંધે નહિ, તેથી જો તે જીવ પ્રાપ્ત થયેલા સમ્યક્તને દૃઢ યત્નપૂર્વક સ્થિર કરે તો દુર્ગતિના સર્વ અનર્થોથી સદા માટે રક્ષિત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી