________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૭૪-૨૭૫-૨૭૬
ટીકા -
एषोऽनन्तरोक्तः क्रमो नरकेष्वपि, यदुत पल्योपमसङ्ख्येयभागं बध्नन् वर्षकोटीः प्रतिदिनमसङ्ख्येया बध्नाति, यदर्थमेतत् प्ररूपितं तदाह-बुधेन विदुषा ज्ञात्वा, नामेति प्रसिद्धमेतदप्यनन्तरोदितं धर्म दुर्गतिनिवारके कथं प्रमादो निमेषमात्रमपि स्तोकमपि क्षणं कर्त्तव्यो नैवैतत् बुद्ध्यत इत्यभिप्रायः
ર૭દા ટીકાર્ય :
ષોડનત્તરોત્તર: .... ત્યાઃ | આ=અનંતર ગાથા-૨૭પમાં કહેવાયેલો, ક્રમ નરકમાં પણ છે, તે વડુતથી બતાવે છે – પલ્યોપમના અસંખ્યાતમા ભાગને બાંધતો જીવ દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષ બાંધે છે, જેને માટે=જે સખ્યત્વમાં અપ્રમાદ કરવા માટે, આ=નરક અને દેવગતિના બંધનું સ્વરૂપ પ્રરૂપિત કરાયું, તેને તે ધર્મમાં અપ્રમાદને, કહે છે – બુધ પુરુષે આને પણ જાણી=અનંતર ઉદિતને જાણીને, દુર્ગતિના નિવારક એવા ધર્મમાં નિમેષમાત્ર પણ પ્રમાદ=થોડો પણ પ્રમાદ, કેમ કરાય ? અર્થાત પ્રમાદ ન જ કરવો જોઈએ એ પ્રમાણે જણાય છે, એ પ્રકારનો અભિપ્રાય છે. ૨૭૬l. ભાવાર્થ :
જે જીવો ધર્મમાં પ્રમાદ કરે છે, તેઓ ક્લિષ્ટ ભાવથી નરકનું આયુષ્ય બાંધે છે અને જે જીવો ધર્મમાં અપ્રમાદ કરે છે, તેઓ ઉત્તમ દેવભવનું આયુષ્ય બાંધે છે. તેથી ધર્મમાં પ્રમાદ અનર્થનું કારણ છે અને ધર્મમાં અપ્રમાદ દેવગતિનું કારણ છે અને જીવો નરકગતિ કે દેવગતિનું આયુષ્ય જીવનમાં એક વખત બાંધે છે. જેઓ ઉત્કટ શુભ પરિણામથી દેવગતિનું આયુષ્ય બાંધે છે, તેઓ સર્વાર્થસિદ્ધનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે અને જેઓ ઉત્કટ સંક્લેશથી નરકનું આયુષ્ય બાંધે છે, તેઓ સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. વળી જેઓ મધ્યમ પરિણામથી એક સાગરોપમનું દેવનું આયુષ્ય બાંધે છે, તેઓ મધ્યમ પરિણામથી એક સાગરોપમ દેવભવને અનુકૂળ બળ સંચય કરવાનો યત્ન કરે તો એક દિવસમાં હજાર ક્રોડ પલ્યોપમના દલિકોને બાંધે છે અને તે સો વર્ષના આયુષ્યને સામે રાખીને વિચારીએ તો એ સાગરોપમ પ્રમાણ થાય. તેથી એક દિવસ ધર્મમાં અપ્રમાદ કરવાથી હજાર ક્રોડ પલ્યોપમ પ્રમાણ સુખ પ્રાપ્ત થાય અને આખું જીવન અપ્રમાદ કરે તો એક સાગરોપમના દેવલોકના ઉત્તમ સુખોને પામે છે. વળી જેઓ મધ્યમ સંક્લિષ્ટ પરિણામથી નરકનું એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે, તેઓ એક દિવસમાં હજાર ક્રોડ પલ્યોપમના નરકગતિને અનુકૂળ દલિકો બાંધે છે અને આખું જીવન તે પ્રકારનો પ્રમાદ કરીને એક સાગરોપમનું નરકનું આયુષ્ય બાંધે છે. વળી કોઈક જીવો મંદ પરિણામથી દેવલોકનું કે નરકનું આયુષ્ય બાંધે છે, ત્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે, તેઓ દરેક દિવસે અસંખ્યાતા ક્રોડ વર્ષ જેટલું પાપ સંચય કરે છે. તેથી આખી જિંદગીમાં તે પ્રકારનો પ્રસાદ કરીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધીને નરકમાં જાય છે. વળી જેઓ જઘન્ય પરિણામથી દેવભવનો