________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૭૩, ૨૭૪-૨૭૫-૨૭૬.
મલિન થયું નહિ, પરંતુ શિષ્યના લોભથી ઉત્સુત્ર ભાષણ કર્યું, ત્યારે પ્રમાદથી સમ્યક્તનો નાશ થયો. તો વળી કેટલાક જીવો તે પ્રકારનો પ્રમાદ ન કરે, તોપણ પ્રાપ્ત થયેલા સમ્યક્તના શોધન અર્થે વિશેષ વિશેષતર તત્ત્વનું ભાવન ન કરે તો ધીરે ધીરે નિર્મળ પણ સમ્યક્ત મલિનભાવને પામે છે. ll૧૭ અવતરણિકા -
किञ्च-तत्र प्रमादिनो गाढमप्रेक्षापूर्वकारिता, तस्य नियमतो वैमानिकायुष्कबन्थहेतुत्वं लक्षयतः स्वल्पेन बहुहारणात् । यतःઅવતરણિકાર્ય :
વળી તેમાં સમ્યક્તમાં, પ્રમાદીની ગાઢ અપેક્ષાપૂર્વકારિતા છે; કેમ કે તેનું સખ્યત્વનું, નિયમથી વૈમાનિક આયુષ્યના બંધનું હેતુપણું જાણતા એવા તેને સ્વલ્પ વડે બહુનો નાશ છે, જે કારણથી કહે છે – ભાવાર્થ:
વળી જેઓ ભગવાનના શાસનના પરમાર્થને જાણે છે, તેમને સ્પષ્ટ બોધ છે કે સમ્યગ્દષ્ટિ જીવ નિયમથી વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે, આમ છતાં તુચ્છ બાહ્ય પદાર્થોમાં મોહ કરીને જેઓ સમ્યક્તને ઉજ્વલ રાખવામાં પ્રમાદ કરે છે, તેઓ અત્યંત અવિચારક છે; કેમ કે તુચ્છ એવા વર્તમાનના ક્ષણિક સુખને વશ થઈને વૈમાનિક દેવલોકના મહાસુખને હારી જાય છે. આથી જ વર્તમાનમાં અસાર એવા મનુષ્યભવના ભોગોમાં ગાઢ આસક્તિ કરીને દીર્ઘકાળના દેવલોકનાં ઉત્તમ સુખોનો વિનાશ કરે છે, તે બતાવવા માટે ત્રણ ગાથાથી કહે છે –
ગાથા -
नरएसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं इक्कं ।
पलिओवमाण बंधइ, कोडिसहस्साणि दिवसेणं ॥२७४।। ગાથાર્થ :
નરકના વિષયમાં અને દેવલોકના વિષયમાં જે એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે, તે એક દિવસ વડે હજાર ક્રોડ પલ્યોપમના દલિકોને બાંધે છે. ll૨૭૪TI ટીકા -
नरकेषु सुरवरेषु च सुरप्रधानेषु देवलोकेष्वित्यर्थः यो बध्नाति सागरोपममागमप्रतीतमेकं स पल्योपमानां बध्नाति कोटिसहस्राणि दिवसेन दशपल्योपमकोटाकोटिरूपत्वा तस्येति ।।२७४।। ટીકાર્ય :
નરy... તતિ | નરકના વિષયમાં કે દેવલોકના વિષયમાં સુરપ્રધાન દેવલોકના વિષયમાં,