________________
५०
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૭૩
અવતરણિકાર્થ :
અને કહે છે=પ્રમાદથી સમ્યક્ત્વમાં માલિત્યની ઉપપત્તિ છે. એને દૃષ્ટાંતથી કહે છે
ગાથા:
जह मूलताणए पंडुरम्मि दुव्वन्नरागवन्नेहिं ।
बीभत्सा पडसोहा इय सम्मत्तं पमाएहिं ।। २७३ ।।
ગાથાર્થ ઃ
જે પ્રમાણે મૂળ તાંતણા છે સફેદ જેમાં એવા વસ્ત્રમાં દુષ્ટ વર્ણના રંગવાળા તાંતણાઓથી વસ્ત્રની શોભા બીભત્સ થાય છે, એ રીતે પ્રમાદ વડે સમ્યક્ત્વ બીભત્સ થાય છે. II૨૭૩II
ટીકા ઃ
यथा मूलतानके प्रथमसूत्ररचनारूपे पाण्डुरे धवले सत्यपि दुष्टो वर्णश्छाया यस्य स चासौ रागश्च तद्वर्णेः पश्चात्तानकैरिति गम्यते, किं ? बीभत्सा विरूपा पटशोभा भवतीत्येवं सम्यक्त्वं प्रमादैः कषायादिभिर्मूले शुद्धमपि लब्धं पश्चान्मलिनतां यातीति ।।२७३ ।।
ટીકાર્થ ઃ
यथा યાતીતિ !! જે પ્રમાણે પ્રથમ સૂત્ર રચનારૂપ તાંતણા પાંડુર હોતે છતે પણ=સફેદ હોતે છતે પણ, દુષ્ટ વર્ણ=છાયા છે જેને એવો આ રાગ દુષ્ટવર્ણ છાયારાગ તેના વર્ગોથી=પાછળના તાંતણાઓથી, બીભત્સરૂપવાળી પટની શોભા થાય છે–વિરૂપ પટ થાય છે, એ પ્રમાણે પ્રમાદ વડે=કષાયાદિ વડે, મૂળમાં શુદ્ધ પણ પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ પાછળથી મલિનતાને પામે છે. II૨૭૩।। ભાવાર્થ:
કોઈક પુરુષ સુંદર પટ કરવા માટે પ્રથમ સફેદ તાંતણાઓથી પટ નિર્માણ કરે, ત્યાર પછી દુષ્ટ છાયાવાળા રાગથી તેને મલિન કરે તો મલિન થયેલા તે તંતુઓ વડે પટની શોભા બીભત્સ થાય છે અર્થાત્ અત્યંત સફેદ વસ્ત્ર પણ પાછળથી મલિન સામગ્રીથી મલિનતાને પામે છે, તેમ કોઈ જીવને વિવેકપૂર્વક બોધ કરાવનાર મહાત્માનો યોગ થયો હોય તો શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા, મોક્ષનું સુખ અને તેના ઉપાયરૂપ ધર્મનું પારમાર્થિક સ્વરૂપ તેનો બોધ તે મહાત્મા કરાવે, તેનાથી તે જીવને નિર્મળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. જેમ તે પટ સુંદર તાંતણાઓથી બનાવાય તો સુંદર દેખાય છે, છતાં પાછળથી મલિનતા આપાદક સામગ્રીથી મલિન થાય છે, તેમ તે જીવ પ્રમાદને વશ કષાયના વ્યાપારવાળો રહે તો પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ પણ મલિનતાને પામે છે. જેમ વી૨ ભગવાને નયસારના ભવમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, મરીચિના ભવમાં સંયમ ગ્રહણ કર્યું, ત્યારપછી સંયમપાલનની અસમર્થતા જણાવાથી ત્રિદંડીનો વેશ ધારણ કર્યો, છતાં જિનવચનમાં તીવ્ર પક્ષપાત હતો, તો સમ્યક્ત્વ