________________
૪૬
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૬૩
અવતરણિકા :
तामेव चेष्टां दुर्गतिहेतुभूतां तावदाहઅવતરણિકાર્ય :
દુર્ગતિના હેતુભૂત તે જ એણને પ્રથમ બતાવે છે – ગાથા :
जस्स गुरुम्मि परिभवो, साहूसु अणायरो खमा तुच्छा ।
धम्मे य अणहिलासो, अहिलासो दुग्गईए उ ॥२६३।। ગાથાર્થ -
જેને ગુરુમાં પરિભવ છે, સાધુમાં અનાદર છે, ક્ષમા તુચ્છ છે, ધર્મમાં અનભિલાષ છે, તેને દુર્ગતિમાં અભિલાષ છે. ll૨૬૩ ટીકા :
यस्य जडमतेर्गुरौ गुरुविषये परिभवो यो गुरुं परिभवतीत्यर्थः, साधुष्वनादरो यः साधूनाद्रियते, क्षमा क्षान्तिस्तुच्छा स्वल्पा नास्ति वा, धर्मे च श्रुतचारित्रात्मकेऽनभिलाषोऽनिच्छा, यत्तदोनित्याभिसम्बन्थात् तस्याभिलाषः परमार्थतो दुर्गतावेव, तुरवधारणे, तच्चेष्टया दुर्गतिमिच्छतीति यावत् ।।२६३।। ટીકાર્ય :
થી .... થાવત્ / જડ મતિવાળા એવા જેને ગુરુના વિષયમાં પરિભવ છે=જે ગુરુનો પરિભવ કરે છે, સાધુમાં અનાદર છે=જે સાધુઓને આદર કરતો નથી, સમા=સાતિ, તુચ્છ છે=વલ્પ છે અથવા નથી અને ધર્મમાં શ્રત-ચારિત્રરૂપ ધર્મમાં, અભિલાષ નથી=અનિચ્છા છે. અને તો નિત્ય અભિસંબંધ હોવાથી પૂર્વમાં વસ્ત્ર કહ્યું તેથી તેનો અભિલાષ પરમાર્થથી દુર્ગતિમાં જ છે, તુ શબ્દ અવધારણમાં છે=તે ચેષ્ટાથી દુર્ગતિને ઈચ્છે છે એમ સમજવું. ર૬૩ ભાવાર્થ :
જે જીવો જે પ્રકારની ગતિમાં જવાના હોય તેને અનુરૂપ તેઓને પરિણામ થાય છે, એમ પૂર્વમાં કહ્યું. હવે જે જીવોને દુર્ગતિમાં જ જવાનો પરિણામ છે, તેઓ કેવી પ્રવૃત્તિ કરે છે ? તે બતાવે છે –
જે જડમતિ જીવો ગુણવાન ગુરુનો પરિભવ કરે છે, તે જીવો દુર્ગતિમાં જાય છે, જેમ રોહગુપ્ત મુનિ ગુરુનો પરિભવ કરીને વિનાશ પામ્યા. વળી કેટલાક જડમતિ જીવો સાધુઓનો અનાદર કરીને દુર્ગતિમાં જાય છે, જેમ કોઈક મહાત્માએ સંયમ ગ્રહણ કરેલું હોવા છતાં ગચ્છમાં સાધુઓની સારણા-વારણાથી ત્રાસ પામેલા, તેથી તે સાધુને અન્ય સાધુઓ પ્રત્યે અનાદર થયો તેથી મરીને નરકમાં ગયા અને અનંત