________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૬૧-૨૬૨ નિમિત્તને પામીને પ્રમાદી બનીને સુગતિનો હેતુ એવા ધર્મધનની પ્રાપ્તિમાં યત્ન કરતા નથી, તેઓ પોતાના મનુષ્યભવને તે રીતે નિષ્ફળ કરે છે. જેથી ઘણા ભવ સુધી માર્ગની પ્રાપ્તિ દુર્લભ થાય. તેથી તે જીવના કર્મએ ક્ષયોપશમભાવના બળથી ધનિધિ બતાવીને તેના વિવેકચક્ષુનો નાશ કર્યો, તેથી તે જીવ અધિક દયાપાત્ર બને છે. I॥૨૬॥
૪૪
અવતરણિકા -
स च न तेषां दोषः, किं तर्हि ? कर्मणस्तथाहि
અવતરણિકાર્થ ઃ
અને તે=ધનનિધિને બતાવીને તેનાં લોચનો ખેંચી નાખ્યાં તે તેમનો દોષ નથી, પરંતુ કર્મનો દોષ છે. તે આ પ્રમાણે
ગાથા
-
ठाणं उच्चुच्चयरं, मज्झं हीणं व हीणतरगं वा ।
जेण जहिं गंतव्वं, चेट्ठा वि से तारिसी होइ ।। २६२ ।।
ગાથાર્થ :
ઉચ્ચ-ઉચ્ચતર, મધ્યમ, હીન અથવા હીનતર સ્થાન, જેના વડે જ્યાં જવા યોગ્ય છે, તેની ચેષ્ટા પણ તેવી થાય છે. II૨૬૨।।
asi :
स्थानं धाम, उच्चं देवगतिलक्षणं, उच्चतरं मोक्षाख्यं, मध्यं मनुष्यगत्यात्मकं, हीनं वा तिर्यग्गतिरूपं, हीनतरकं वा नरकगतिलक्षणं, वाशब्दौ तद्गतानेकभेदसूचनार्थी, येन जीवेन यस्मिन् देशे काले वा गन्तव्यं यत् स्थानं, चेष्टाप्याचरणरूपा से तस्य तादृशी तदनुरूपा भवतीति ।। २६२ ।।
ટીકાર્થ ઃ
स्थानं મવતીતિ।। સ્થાન=ધામ, ઉચ્ચ=દેવગતિરૂપ ઉચ્ચ, ઉચ્ચતર=મોક્ષ નામનું ઉચ્ચતર, મધ્ય=મનુષ્યગતિ સ્વરૂપ મધ્ય, હીન=તિર્યંચ ગતિરૂપ હીન અથવા નરક ગતિરૂપ હીનતર, બન્ને વા શબ્દ તેમાં રહેલા અનેક ભેદોના સૂચન અર્થવાળા છે, જે જીવ વડે જે દેશમાં અથવા જે કાળમાં જવા યોગ્ય જે સ્થાન છે, તે જીવની ચેષ્ટા પણ=આચરણારૂપ ચેષ્ટા પણ, તેને અનુરૂપ થાય છે. ।।૨૬।।
.....
ભાવાર્થ:
જીવના પ્રયત્ન અને કર્મ બન્નેથી સર્વ કૃત્ય થાય છે, તેથી સંસારી જીવો પણ જે કૃત્ય કરે છે, તે