________________
૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૬૦-રકા
ગાથા -
सोच्चा ते जियलोए, जिणवयणं जे नरा न याणंति ।
सोच्चाण वि ते सोच्चा, जे नाऊणं न वि करंति ॥२६०।। ગાથાર્થ :
જીવલોકમાં જે મનુષ્યો જિનવચનને જાણતા નથી, તેઓ શોચનીય છે=દયાપાત્ર છે, જેઓ જાણીને પણ કરતા નથી=સમ્યમ્ આત્મહિત કરતા નથી, તેઓ શોચ્ચના પણ શોચ્ચ =અત્યંત દયાપાત્ર છે. ર૬oll ટીકા :
शोच्याः शोचनीयास्ते जीवलोके जगति जिनवचनं ये नराः जीवा न जानन्ति विवेकशून्यत्वात्, शोच्यानामपि मध्ये ते शोच्या ये ज्ञात्वा भगवद्वचः नापि नैव कुर्वन्ति ।।२६०।। ટીકાર્ચ -
શોધ્યાઃ સુર્વત્તિ ! જે મનુષ્યો=જીવો, જિનવચનને જાણતા નથી. તેઓ જીવલોકમાં=જગતમાં, શોચ્ય છે શોચનીય છે–દયાપાત્ર છે, કેમ કે વિવેકશૂન્યપણું છે. જેઓ ભગવાનના વચનને જાણીને કરતા નથી જ, તેઓ શોચનીય જીવોમાં પણ શોચ્ય છે=અત્યંત દયાપાત્ર છે. ર૬મા ભાવાર્થ :
જગતમાં કેટલાક જીવોને જિનવચનના પરમાર્થનો બોધ થાય, એ પ્રકારે સાંભળવાની સામગ્રી પણ મળી નથી, તેનો મનુષ્યભવ નિષ્ફળપ્રાયઃ છે, કેટલાકને જિનવચન સાંભળવાની ઇચ્છા છે, તોપણ સન્માર્ગના દર્શક સુગુરુની પ્રાપ્તિની દુર્લભતાને કારણે યથાતથા બોધ કરાવનાર ઉપદેશકોના ઉપદેશથી પ્રવૃત્તિ કરીને તેઓ પ્રાયઃ મનુષ્યભવ નિષ્ફળ કરે છે. તેથી તેઓ પણ શોચનીય છે; કેમ કે વિવેકશૂન્ય હોવાથી સમ્યફ પરીક્ષક થઈને સદ્ગુરુને કે સાસ્ત્રના પરમાર્થને જાણવા યત્ન કરતા નથી.
વળી કેટલાક જીવોને જિનવચનની સમ્યક પ્રાપ્તિ થઈ છે, અત્યંત નિર્ગુણ એવા સંસારમાંથી જિનવચન કઈ રીતે નિસ્તારનું એક કારણ છે, તેવો બોધ થયો છે, તોપણ પ્રમાદને વશ આત્મહિત સાધવા પ્રયત્ન કરતા નથી અથવા સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની ઉચિત પ્રવૃત્તિ કરતા નથી અથવા કેટલોક કાળ સંયમની ઉચિત પ્રવૃત્તિ કર્યા પછી કોઈક રીતે પ્રમાદને વશ થાય છે અને પ્રમાદવશ થયા પછી તત્ત્વને સન્મુખ થતા નથી, તેવા જીવો કંડરીકની જેમ મનુષ્યભવ નિષ્ફળ કરીને દુર્ગતિમાં જાય છે, તેઓ શોચ્યા જીવોથી પણ અધિક શોચ્ય છે; કેમ કે તત્ત્વ પામ્યા પછી પણ મનુષ્યભવને નિષ્ફળ કરે છે. ર9ના અવતરણિકા :कथं ते कृपास्पदमित्याह