________________
૪૧
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨પ૯-૨૬૦. તે શું? એથી કહે છે – તે યતિ વચનીયમાં પડે છે આ ભવમાં જ લિંદ થાય છે અને કુદેવત્વને= કિલ્બિષિકારિત્વને, પામેલો શોક કરે છે – હા ! મંદભાગ્ય એવા મારા વડે આવા પ્રકારનું કેમ આચરણ કરાયું ? એ પ્રમાણે શોક કરે છે. પરપલા ભાવાર્થ :
કેટલાક જીવો આ ભવમાં ધર્મ કરતા જ નથી. તેઓ કોઈક રીતે ખરાબ ગતિમાં જાય ત્યારે પોતાના તે કૃત્યનું સ્મરણ થાય તેવું કોઈક નિમિત્ત મળે તો પાછળથી પશ્ચાત્તાપવાળા થાય છે અને કોઈ નિમિત્ત ન મળે તો મૂઢભાવથી તે તે ભવોની વિડંબનાને પ્રાપ્ત કરે છે. વળી કેટલાક સાધુપણું ગ્રહણ કરીને પણ સંયમયોગમાં શિથિલ થાય છે. તેથી માત્ર યથાતથા બાહ્ય ક્રિયા કરીને માનવભવને નિષ્ફળ કરે છે, તેઓ આ ભવમાં પણ શિષ્ટ લોકો માટે નિંદ્ય છે; કેમ કે શિષ્ટ લોકો તેમનો મનુષ્યભવ નિષ્ફળ માને છે કે જેઓ સ્વશક્તિનું સમાલોચન કરીને સ્વભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનો સેવીને આત્માને ગુણસંપત્તિથી સમૃદ્ધ કરે છે. જેના બળથી તેમનો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ સુગતિની પરંપરા દ્વારા કલ્યાણનું કારણ બને છે, તે સિવાય જે જીવો સાધુપણું ગ્રહણ કરીને પણ જે તે પ્રવૃત્તિ કરીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે, તેમનો આ ભવ પણ વિવેકી માટે નિંદ્ય બને છે. વળી પ્રમાદવશ જેઓ સાધુપણું નિષ્ફળ કરે છે, તેઓ કુદેવત્વને પામે છે. તે દેવભવમાં કોઈક રીતે પૂર્વના પ્રમાદનું સ્મરણ થાય તો તેમને શોક થાય છે કે મંદભાગ્ય એવા મારા વડે કેમ આવું અનુષ્ઠાન કરાયું ? જેમ મંગુ આચાર્ય શ્રુતમાં નિપુણ હતા, તોપણ શાતાદિના અર્થી હોવાથી પ્રમાદવશ સંયમજીવન નિષ્ફળ કરીને તુચ્છ વ્યંતર જાતિના દેવા થયા અને પોતાના પ્રમાદનું સ્મરણ થવાથી તેમને પશ્ચાત્તાપ થાય છે અને પ્રમાદને કારણે વિશિષ્ટ દેવભવને બદલે અસાર તુચ્છ દેવભવ મળ્યો, તેનો શોક તેમને સદા રહે છે, માટે પાછળથી શોક કરવાનો પ્રસંગ આવે તેના પૂર્વે વિવેકીએ સ્વભૂમિકા અનુસાર સંક્લેશનો પરિહાર થાય, ઉત્તમ ભાવોનું આધાન થાય, તે પ્રકારે ઉચિત અનુષ્ઠાન સેવીને મનુષ્યભવ સફળ કરવો જોઈએ અને પ્રમાદવશ કોઈ સંક્લેશ સેવાયેલ હોય તો તેની શુદ્ધિની વિચારણા કરવી જોઈએ, જેથી જન્માંતરમાં અનર્થની પ્રાપ્તિ ન થાય. વર્તમાનમાં પણ કેટલાક નિહ્નવો થયા પછી તે જ ભવમાં નિત્સવ ભાવનો ત્યાગ કરીને સંયમમાં સ્થિર થયા તો અહિતની પરંપરાથી તેમનું રક્ષણ થયું. સિંહગુફાવાસી મુનિ નિમિત્તને પામીને સંક્લેશવાળા થયા, તોપણ પાછળથી સમ્યગુ આલોચના દ્વારા શુદ્ધિ કરીને પોતાનું સંયમજીવન સફળ કર્યું. IRપલા અવતરણિકા :
अन्यच्चઅવતરણિકાર્ય :
અને બીજુ=માર્ગની પ્રાપ્તિ કર્યા પછી પ્રમાદવશ સંક્લેશ કરનારા અને સંક્લેશ કર્યા પછી શુદ્ધિની ઉપેક્ષા કરનારા જીવો શું વિડંબના પામે છે ? તે કહે છે –