________________
૪૦
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૫૮-૨૫૯
ભાવાર્થ :
ગાથા-૨૫૩માં કહ્યું કે સંક્લિષ્ટ શ્રમણભાવને પાળીને પાછળથી શુદ્ધિ કરવી દુષ્કર છે, તો પણ કોઈક જીવ જાગે છે તો શુદ્ધિ કરે છે અને જેઓ વર્તમાન ભવમાં સાવધાન થતા નથી, તેઓ શશિ રાજાની જેમ નરકમાં પડીને દુઃખિત થાય છે. આ વસ્તુને યથાર્થ જાણીને વિવેકી જીવે શું કરવું જોઈએ ? જેથી શશિ રાજાની જેમ પાછળથી શોક કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. તે બતાવતા કહે છે –
જ્યાં સુધી આયુષ્ય કંઈક છે અને જ્યાં સુધી મારે મારા આત્માનું હિત કરવું છે, તેવો ઉત્સાહ વર્તે છે, ત્યાં સુધી પ્રમાદને છોડીને પ્રમાદવશ કરેલાં અનુચિત કૃત્યો દ્વારા કરાયેલા સર્વ સંક્લિષ્ટ પરિણામોનું સમ્યગુ સમાલોચન કરીને તેના નિવારણના ઉપાયભૂત આત્મહિતને અનુકૂળ અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ થાય નહિ. II૫૮ાા અવતરણિકા :
તથાદિઅવતરણિકાર્ય -
તે આ પ્રમાણે=પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં સંક્ષિણ ચિત કર્યા પછી જેઓ શુદ્ધિ માટે યત્ન કરતા નથી, તેઓ પાછળથી કુદેવત્વ પામીને શોક કરે છે. તે તથાથી બતાવે છે –
ગાથા :
घेत्तूण वि सामन्नं, संजमजोएसु होइ जो सिढिलो ।
पडइ जई वयणिज्जे, सोयइ य गओ कुदेवत्तं ।।२५९।। ગાથાર્થ -
શ્રમણપણું ગ્રહણ કરીને પણ જે સંયમયોગોમાં શિથિલ થાય છે, તે સાધુ વચનીયમાં પડે છેઃ સિંધ થાય છે અને કુદેવત્વને પામેલો શોક કરે છે. રિપ૯ll ટીકા :
न केवलमकृतधर्मा शोचति, किं तर्हि गृहीत्वाऽपि श्रामण्यं साधुभावं संयमयोगेषु भवति यः शिथिलः प्रमादी, स किमित्याह-पतति यतिर्वचनीये इहैव निन्यो भवति, शोचति च गतः प्राप्तः कुदेवत्वं किल्बिषिकादित्वं, हा ! किं मया मन्दभाग्येनेदृशमनुष्ठितमिति ।।२५९।। ટીકાર્ય :
ન વનમ્ ... અનુઝિતિ કેવલ અતિ ધર્મવાળા શોક કરતા નથી, તો શું ? તેથી કહે છે – શ્રમણપણું=સાધુપણાને, ગ્રહણ કરીને પણ જે સંયમયોગોમાં શિથિલ=પ્રમાદી, થાય છે,