________________
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૭૪-૫ તેનું રાગનું, ભવહેતુપણું છે અને તેનું=ભવનું, દુખાત્મકપણું છે. આથી તેના ભીરુઓ-દુખથી ભય પામેલા, તેના કારણને જ આદિથી દુર્ગતિની પ્રાપ્તિની પૂર્વે જ, તોડે છે. ગાથામાં સારી માતા ષષ્ઠી વિભક્તિ છે એ પંચમીના અર્થમાં છે. ll૨૬૪ ભાવાર્થ -
ઉન્માદે ચડેલો હાથી સર્વત્ર વિનાશ કરે છે, તેમ આત્મામાં રાગની પરિણતિના સંસ્કારો, રાગની પરિણતિ આપાદક કર્મો અને બાહ્ય રાગ ઉબોધક નિમિત્તો જીવને ઉન્માદ પેદા કરાવીને સર્વ અકાર્ય કરાવે છે અને જેઓને નિર્મળ મતિ પ્રગટ થયેલી છે, તેવા મુનિઓ જગતના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે, તેથી તેઓ વિચારે છે કે રાગાદિની પરિણતિથી વર્તમાનમાં શારીરિક અને માનસિક દુઃખો થાય છે. વળી રાગથી બંધાયેલાં ક્લિષ્ટ કર્મો નરક-તિર્યંચગતિનાં દુઃખોની પરંપરાને પ્રગટ કરે તેવાં છે, તેથી વર્તમાનમાં રાગજન્ય દુઃખો અને ભાવિમાં થનારી રાગજન્ય દુઃખોની પરંપરા તેનાથી મુનિઓ ભય પામેલા હોય છે. તેથી મુનિઓ નિમિત્તને પામીને આત્મામાં ઉદ્ભવ પામતા ઉશૃંખલ એવા રાગરૂપી ગજને જ્ઞાનરૂપી અંકુશથી નિરોધ કરે છે અર્થાત્ સર્વજ્ઞના વચનાનુસાર તત્ત્વનું તે રીતે ભાવન કરે છે, જેથી તેઓની નિર્મળ મતિ સદા વીતરાગતાને અભિમુખ પ્રવર્તે, તેથી નિમિત્તોને પામીને પણ રાગનો ઉદ્ભવ ન થાય અને જે તે પ્રકારે જ્ઞાનથી આત્માને ભાવિત કરી શકતા નથી, તેઓ દુર્ગતિથી ભય પામેલા હોય, તોપણ બલવાન નિમિત્તને પામીને ઉન્માદને પામેલા રાગરૂપી ગજથી વિનાશ પામે છે. જેમ કુલવાલક મુનિ એકાંતમાં રહીને તપથી આત્માને ભાવિત કરતા હતા, છતાં વેશ્યાના તે પ્રકારના પ્રયત્નને વશ થઈને જ્યારે કામના ઉન્માદવાળા બન્યા, ત્યારે વેશ્યાના વચનથી પ્રેરાઈને ચેડા રાજાના નગરના નાશના ઉપાયરૂપે જિનેશ્વરના સુપનું ઉત્થાપન કરીને અનંત સંસાર પ્રાપ્ત કર્યો. તેથી જેઓ નિપુણ પ્રજ્ઞાપૂર્વક જ્ઞાનઅંકુશથી રાગનો વિરોધ કરે છે, તેઓ જ રાગના ઉપદ્રવથી સુરક્ષિત બને છે, નહિ તો વિનાશ પામે છે. IFરજા
અવતરલિકા :
रागनिग्रहश्च सम्यग्ज्ञानाद् भवत्यत एव तहातुः पूज्यतामाहઅવતરણિકાર્ય :
અને રાગનો નિગ્રહ સમ્યજ્ઞાનથી થાય છે, આથી તેના દાતાની પૂજ્યતાને કહે છે સમ્યજ્ઞાનના દાતાની પૂજાતાને કહે છે –
ગાથા -
सोग्गइमग्गपईवं, नाणं दितस्स हुज्ज किमदेयं ?। जह तं पुलिंदएणं, दिनं सिवगस्स नियगच्छिं ॥२६५।।