________________
૫૦
ઉપદેશમાલા ભાગ-૨/ગાથા-છપરછ
તું જઈશ, બીજા દિવસે ઉખાડેલા લલાટના લોચનવાળા શિવને જોઈને ધાર્મિક બહુ રડીને રહ્યો. ભીલે વળી આવીને લોચન સહિત હું હોતે છતે સ્વામી લોચન વગરના કેમ? એથી પોતાના નયનને ઉખાડીને ત્યાં આવ્યું. શિવે ધાર્મિક પ્રત્યે કહ્યું – આ રીતે હું પ્રસન્ન થાઉં છું, બાહ્ય પૂજા માત્રથી નહિ, આ પ્રમાણે શાન આપનારા ગુરુમાં પણ આંતર બહુમાન કરવું જોઈએ, એટલા અંશથી દષ્ટાંત છે. //ર૦પ ભાવાર્થ :
રાગનો નિગ્રહ સમ્યજ્ઞાનથી થઈ શકે છે અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે અને તેવું સમ્યજ્ઞાન નિર્વાણપથનું પ્રકાશક છે અને જે મહાત્માઓ શ્રોતાની પ્રજ્ઞાને અનુસાર સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવીને કઈ રીતે આત્મહિત સાધવું જોઈએ ? જેથી સંસારના પરિભ્રમણથી આત્માનું રક્ષણ થાય અને મોક્ષપ્રાપ્તિ સુધી અવિચ્છિન્ન પરંપરા દ્વારા અંતે પૂર્ણ સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય, તેવા ઉત્તમ જ્ઞાનને આપે છે, તે મહાત્માને શું અદેય થાય ? અર્થાત્ જીવિત પણ આપવું જોઈએ અર્થાત્ આ મનુષ્યનો દેહ તુચ્છ અને અસાર છે. વળી તે મહાત્માએ જે આપ્યું છે, તેનાથી જીવને સુખની પરંપરા પ્રાપ્ત થવાની છે, તેથી તેનો ઉપકાર વાળવાનો કોઈ ઉપાય નથી. જીવિત પણ દેય છે, તેમાં દષ્ટાંતને કહે છે –
જેમ તે ભીલે શિવને પોતાની ચક્ષુ પણ આપી અર્થાત્ દેવતાથી અધિષ્ઠિત શિવની પ્રતિમાની પૂજા કરનાર ભીલે શિવને ચક્ષુરહિત જોઈને ભક્તિથી પોતાની ચક્ષુ કાઢીને આપે છે, તેમ સમ્યજ્ઞાન આપનાર ગુણસંપન્ન ગુરુને કંઈ અદેય નથી. ૨પ અવતરલિકા -
अन्यच्च
અવતરણિકાર્ય :અને બીજું જ્ઞાન આપનારનો વિનય આવશ્યક છે, તે સચવથી બતાવે છે –
ગાથા -
सीहासणे निसन्नं, सोवागं सेणिओ नरवरिंदो ।
विज्जं मग्गइ पयओ, इय साहुजणस्स सुयविणओ ।।२६६।। ગાથાર્થ -
શ્રેણિક રાજા સિંહાસન ઉપર બેઠેલા ચંડાળની પાસે વિનયપૂર્વક વિધા માગે છે, એ રીતે સાધુજનનો ચુતવિનય કરવો જોઈએ. પારકા ટીકા :सिंहासने निषण्णम् उपविष्टं श्वपाकं चण्डालं श्रेणिको नरवरेन्द्रो विद्यां 'मग्गइ' त्ति प्रार्थयते