________________
૩૨
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-રપ૧રપર, ૨૫૩
પામ્યું કે તરત પોતાની વિવેકપૂર્વકની ઉપદેશની પ્રવૃત્તિના બળથી સ્વયં પ્રતિબોધ પામીને સંયમના પરિણામવાળા થયા. તેથી જેમનું ક્લિષ્ટ કર્મ વિપાકમાં આવે તેને અસંયમનો પરિણામ થાય, પ્રમાદી થાય કે સમ્યક્તથી ભ્રષ્ટ થાય તો કંડરીકની જેમ દુર્ગતિને પણ પામે છે. એથી ક્લિષ્ટ કર્મ વિલસિત જીવની વિડંબનાનું ભાવન કરવાથી પણ જીવ તેવાં ક્લિષ્ટ કર્મોથી પોતાનું રક્ષણ કરી શકે છે.
વળી કેટલાક મહાત્માઓ અલ્પકાળના યથાગૃહીત શીલના પાલન દ્વારા પોતાનું કાર્ય સાધે છે, જેમ પુંડરીક મહાઋષિ ગૃહવાસમાં રહ્યા અને એક દિવસનું સંયમ પાળીને સર્વાર્થસિદ્ધમાં ગયા. તેથી વિવેકીએ શક્તિસંચય કરીને યથાગૃહીત શીલનું પાલન થાય તે પ્રકારે દૃઢ યત્ન કરવો જોઈએ. જેથી દીર્ધકાળના સંયમના સેવનથી તો સંસારનો ક્ષય થાય, પરંતુ તથાવિધ સંવેગને કારણે અલ્પકાળના સંયમના સેવનથી પણ ઇષ્ટની સિદ્ધિ થાય.
આ રીતે અતિક્લિષ્ટ કર્મોનું વિલસિત ભાવન કરવાથી પણ સદ્વર્ય સંચિત થાય છે, જેથી મહાત્મા અપ્રમાદપૂર્વક સ્વભૂમિકાનું અનુષ્ઠાન સેવીને આત્મહિત સાધી શકે છે, સર્વવિરતિની શક્તિનો સંચય ન થયો હોય તો શક્તિ અનુસાર અતિચાર રહિત દેશવિરતિનું પાલન કરે છે, તેઓ પણ અણિશુદ્ધ પાલન પ્રત્યેના બદ્ધરાગના બળથી સંસારનો ક્ષય કરી શકે છે. આરપ૧-૨પણા અવતરણિકા :
ननु यः क्लिष्टतां गतो म्रियते तस्येदमादिष्टम्, यस्तु तस्याः शुद्धिं विदध्यात् तस्य का वार्तेत्युच्यते चार्वेतदपि किन्तु दुष्करं यत आहઅવતરણિકાર્ય :
નવુથી શંકા કરે છે – જે ક્લિષ્ટતાને પામીને મરે છે, તેનું આ આદિષ્ટ છે=પૂર્વમાં બતાવ્યું એ ફળ કહેવાયું છે. વળી જે તેની શુદ્ધિ કરે=કિલષ્ટતાની શુદ્ધિ કરે, તેની કઈ વાત છે? એથી ઉત્તર અપાય છે –
આ પણ સુંદર છે, પરંતુ દુષ્કર છે. જે કારણથી કહે છે – ભાવાર્થ
પૂર્વમાં કંડરીકના દૃષ્ટાંતથી કહ્યું કે કોઈ મહાત્મા દીર્ઘ સંયમ પાળીને મરણ સમયે ક્લિષ્ટ બને તો કંડરીકની જેમ સાતમી નરકે પણ જાય છે. તેને આશ્રયીને આ કથન છે, પરંતુ જે મહાત્મા સંયમ ગ્રહણ કર્યા પછી ક્લિષ્ટતાને પામે, છતાં પાછળથી તેની શુદ્ધિ કરે તો તેને ક્લિષ્ટતાજન્ય શું ફળ મળે ? તેને કહે છે –
પાછળથી પશ્ચાત્તાપાદિથી શુદ્ધિ કરે તો કોઈ અનર્થ ફળ મળે નહિ, માટે સુંદર છે, પરંતુ તે રીતે શુદ્ધિ કરવી દુષ્કર છે તે બતાવે છે –