________________
પ
પ્રદેશમાલા ભાગ-૨/ ગાથા-રપ-રપપ આ રીતે ચારિત્રથી પાત પામેલા શાતાના સુખમાં લંપટ એવા તેઓ પાછળથી પણ સંયમયોગમાં ઉદ્યમ કરવા સમર્થ બનતા નથી; કેમ કે આ ભવનો અભ્યાસ આ ભવમાં દૂર કરવો દુષ્કર છે અર્થાત્ વર્તમાન ભવમાં જે પ્રમાદ સેવ્યો, તેના સંસ્કારો તે પ્રકારે વ્યક્તિ હોય છે. જેથી તે પ્રમાદના સંસ્કારોથી પ્રેરાયા વગર પ્રવૃત્તિ કરવી સામાન્ય જીવો માટે અશક્ય હોય છે. તેથી સંયમમાં પ્રમાદ કર્યા પછી શાતા સુખના અર્થી એવા તે જીવો પાછળથી શુદ્ધિના અર્થી બને તોપણ શુદ્ધિ કરવા સમર્થ બનતા નથી, માટે પ્રમાદ કર્યા પછી હું તેની શુદ્ધિ કરીશ, તે પ્રકારનો ભાવ આત્માને ઠગવા તુલ્ય છે. એથી વિવેકી પુરુષે સતત અપ્રમાદ કરીને સ્વીકારેલા સંયમથી અન્યથા પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, જેથી સંયમથી થયેલો પાત વિનાશનું કારણ બને નહિ. II૫૪ અવતરલિકા :
તથાદિઅવતારણિકાર્ય :
તે આ પ્રમાણે=સંયમમાં સંક્ષિણ પરિણામ થયા પછી શુદ્ધિ કરવી દુષ્કર છે, એમ જે પૂર્વમાં કહ્યું તે તથાથિી બતાવે છે –
ગાથા -
अवि नाम चक्कवट्टी, चएज्ज सव्वं पि चक्कवट्टिसुहं ।
न य ओसन्नविहारी, दुहिओ ओसत्रयं चयइ ।।२५५।। ગાથાર્થ -
વળી ચક્રવર્તી સર્વ પણ ચક્રવર્તીના સુખનો ત્યાગ કરી શકે છે, દુખિત થયેલો પણ અવસ વિહારી અવસરતાનો ત્યાગ કરી શકતો નથી. રપપII ટીકાઃ___ अपि नामेति सम्भावनायां चक्रवर्ती भरतादिस्त्यजेत् सर्वमपि चक्रवर्तिसुखं विवेकयुक्तत्वाद्, नेति प्रतिषेधे चशब्दोऽपिशब्दार्थः, स च दुःखितशब्दात् परतो योज्यः, अवसनविहारी दुःखितोऽप्यवसन्नतां न त्यजति महामोहोपहतत्वादिति ।।२५५।। ટીકાર્ય :
પ. તત્વાતિ . ગરિ નામ એ સંભાવનામાં છે, ચક્રવર્તી ભરત આદિ સર્વ પણ ચક્રવર્તીના સુખને ત્યાગ કરે છે, કેમ કે વિવેકયુક્તપણું છે, “' શબ્દ પ્રતિષેધમાં છે, જ શબ્દ જ શબ્દાર્થવાળો છે અને તે=જ શબ્દ, દુઃખિત શબ્દની પછી જોડવો,