________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-રપ૩-૨૫૪
ગાથા -
काऊण संकिलिटुं, सामन्नं दुल्लहं विसोहिपयं ।
सुज्झेज्जा एगयरो, करेइ जइ उज्जमं पच्छा ।।२५३।। ગાથાર્થ :
શ્રામસ્થને સંલિષ્ટ કરીને વિશોધિપથ દુર્લભ છે, પાછળથી જો ઉધમ કરે તો, કોઈક શુદ્ધ થાય. IIરપII
ટીકા :
कृत्वा सङ्क्लिष्टं श्रामण्यं श्रमणभावं पूर्व पश्चात् दुर्लभं विशुद्धिपदं निर्मलतास्थानं तथापि शुद्ध्येदेकतरः कश्चित् कर्मविवरात् करोति यद्युधमं पश्चान्नान्यथेति ।।२५३।। ટીકાર્ય :
યુવા ...પથારાવેતિ | સંકિલષ્ટ પ્રામાણ્ય કરીને પૂર્વમાં શ્રમણભાવને કરીને, પાછળથી વિશુદ્ધ પદ=નિર્મળતાનું સ્થાન, દુર્લભ છે, તો પણ કોઈક સાધુ કર્મમાં વિવર થવાથી શુદ્ધ થાય છે, જો પાછળથી ઉધમ કરે શક્તિના પ્રકર્ષથી સંયમના ઉચિત આચારોમાં ઉદ્યમ કરે તો, અન્યથા નહિ. રપ૩મા ભાવાર્થ
જેમણે પૂર્વમાં શ્રમણભાવની વિરુદ્ધ ભાવો પ્રગટ થાય તેવાં સંક્લિષ્ટ કર્મો બાંધ્યાં છે અને કોઈક નિમિત્તને પામીને પ્રમાદવાળા થયા પછી તત્કાલ જાગૃત થાય નહિ તો સંક્લિષ્ટ ભાવપૂર્વક સેવાયેલો શ્રમણભાવ પ્રાયઃ સંક્લિષ્ટ ભાવવાળી પ્રકૃતિને અત્યંત દઢ કરે છે. આથી જેઓ સાધુપણામાં કાંદપિંકી આદિ ભાવનાઓ કરીને સંયમની સર્વ પ્રવૃત્તિ ત્વરાથી કરવા માટે પ્રયત્નશીલ થાય છે, તેમને તે પ્રકૃતિ અત્યંત દૃઢ થાય છે, તેના કારણે તે સ્થાનને વિશુદ્ધ કરવું તેના માટે દુર્લભ બને છે. ક્યારેક તેવો ઉપદેશ સાંભળે તેવું અધ્યયન કરતાં કંઈક ઉપયોગ જાય તો પોતાનો સંક્લિષ્ટભાવ પોતાને ક્ષણભર સંક્લિષ્ટ રૂપે જણાય છે, તોપણ તે ભાવ દીર્ઘકાળ સેવાયેલો હોવાથી તેની શુદ્ધિ દુષ્કર બને છે. આમ છતાં કોઈક જીવ તે પ્રકારના કર્મવિવરને કારણે દૃઢ સંકલ્પવાળા થાય તો પાછળથી સમ્યગુ ઉદ્યમ કરીને શુદ્ધ થાય છે. અન્યથાદઢ ઉદ્યમવાળા ન થાય તો શુદ્ધ થતા નથી અને સંક્લિષ્ટ ભાવથી સાધુપણું પાળીને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. એટલું જ નહિ, પણ ઘણા ભવ સુધી સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ કરે છે. આપણા
અવતરણિકા :
दुष्करतामाह