________________
૧
ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૫૧-૨પર
પંડરીકિણી નગરીમાં પુંડરીક અને કંડરીક રાજા એવા બે ભાઈઓ થયા, એકવાર કોઈક સૂરિ આવ્યા. તેમની ધર્મદેશનાથી પ્રતિબોધ પામેલા દીક્ષા લેવાની ઇચ્છાવાળા પુંડરીકે લોકોને બોલાવીને ભાઈને કહ્યું – તને રાજ્ય ઉપર અભિષેક કરીને હું દીક્ષા લઉં છું. તે બોલ્યો - તો શું મારા વડે નરકમાં જવાય ? મારે રાજ્ય વડે સર્યું. હું પણ દીક્ષા લઉં છું, પ્રભુએ અર્થાત પુંડરીકે કહ્યું – તારા જેવાને આ કૃત્ય છે, પરંતુ દુઃશક્ય છે, તેના વડે કહેવાયું – સમર્થોને કંઈ દુષ્કર નથી, તેથી વારણ કરાતો પણ નીકળ્યો, રાજ્ય નાયક વગરનું થશે, એ પ્રમાણે બીજો અર્થાત પુંડરીક લોકો વડે વારણ કરાયો. પાછળથી ઘણો કાળ પ્રવજ્યારે કરીને એકવાર પરિષહ અને ઉપસર્ગના દુસહપણાથી, કર્મની પરિણતિનું વિચિત્રપણું હોવાથી, અનાદિથી ભવનું અભ્યસ્તપણું હોવાથી, વિષયોની આસક્તિથી થયેલા ભગ્ન વ્રતના પરિણામવાળા કંડરીકે વિચાર્યું – તે પહેલાં સ્વીકારાયેલા રાજ્ય ઉપર હું અધિષ્ઠિત થાઉં અને એ પ્રમાણે અભિપ્રાયથી પોતાના નગરે આવ્યો, બહાર ઉદ્યાનમાં રહ્યો. તે ઉદ્યાનના પાલક વડે રાજાને નિવેદન કરાયો. શા માટે એકાકી ? એ પ્રમાણે વિકલ્પ થવાથી કેટલાક આપ્ત પરિવારવાળો રાજા આવ્યો. તેના વડે=રાજા વડે, અવલંબન કરાયેલા વૃક્ષ-શાખા-પત્રવાળો દુર્વા નામના ઘાસના સમૂહ ઉપર રહેલો તે જોવાયો. તેથી જણાયેલા તેના અભિપ્રાયવાળા રાજાએ અમાત્ય વગેરેને કહ્યું – મારા વડે વારણ કરાતા એવા આના વડે વ્રતને ગ્રહણ કરાયું. હવે રાજ્યને ગ્રહણ કરે. અમે વળી આને=ાતને, ગ્રહણ કરીએ અને એ પ્રમાણે બોલતા તેના વડે તેને રાજ્યચિહ્નો અપાયાં. તેનું લિંગ સંયમનું લિંગ, ગ્રહણ કરાયું. ગુરુને અભિમુખ ગયો. એથી બીજો પણ કંડરીક, રાજસિંહાસન પર બેસીને તે દિવસે જ ઘણું ખાઈને ઉત્પન્ન થયેલ વિચિકાવાળો ચીસો પાડતો ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો આ જોવાલાયક નથી, એ પ્રમાણે લોકો વડે નિંદાવાથી પ્રગટ થયેલા તીવ રૌદ્રધ્યાનવાળો મરીને સાતમી નરકે ગયો. પુંડરીક વળી ગુરુ પાસે જઈને નિષ્કલંક સંયમને કરું, એ પ્રમાણે પ્રગટ થયેલા તવ શુભ પરિણામવાળો અનુચિત અન્નપાનકવાળો પૃથ્વી ઉપર ચાલવાથી નીકળતું છે પગમાંથી લોહી જેને એવો ઉદીરણા પામેલા કુત્પિપાસા પરિષહવાળો, તોપણ નહિ ચલાયમાન થયેલા સત્ત્વવાળો તે દિવસે જ મરીને સર્વાર્થસિદ્ધમાં ગયો. રપ૧-૨પરા ભાવાર્થ :
કેટલાક જીવોને ક્લિષ્ટ કર્મો વિદ્યમાન હોય છે અને કોઈક નિમિત્તને પામીને જીવ તેના ઉદય નીચે જ માનસ વ્યાપારવાળો થાય છે. જેનાથી તે આત્માનું રક્ષણ કરવા માટે વિચારમાત્ર પણ કરતો નથી, જેમ કંડરીક મુનિએ હજાર વર્ષ સુધી સુવિશાળ સંયમનું પાલન કર્યું, ત્યાં સુધી ક્લિષ્ટ કર્મનો વિપાક ન હતો અને કોઈક રીતે ક્લિષ્ટ કર્મનો વિપાક શરૂ થયો, તેથી મરણકાળમાં ક્લિષ્ટ કર્મના વશથી નરક ગતિને પ્રાપ્ત કરી. વળી જેમ કંડરીક મુનિને ક્લિષ્ટ કર્મ વિપાકમાં આવ્યું, તેમ નંદિષણ મુનિને પણ સંયમ ગ્રહણ કર્યા પછી ક્લિષ્ટ કર્મ વિપાકમાં આવ્યું, તોપણ તે મહાત્મા સંયમથી થતા પાતથી પોતાનું રક્ષણ કરી શક્યા નહિ. છતાં આત્મહિતનો વિચાર કરીને તેમણે અત્યંત સંવેગપૂર્વક દશને પ્રતિબોધ કરીને પછી ભોજન કરવું, તેવી પ્રતિજ્ઞા કરી. તેનાથી તેમનું ક્લિષ્ટ કર્મ તે પ્રકારે વિપાકમાં ન આવ્યું, જે પ્રકારે કંડરીક મુનિને વિપાકમાં આવ્યું. માત્ર કેટલોક કાળ અસંયમમાં રહીને જેવું ક્લિષ્ટ કર્મ નાશ