________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૯
૨૭
જેમ શૈલકસૂરિ જ્યારે સન્માર્ગમાં પ્રવર્તતા હતા, ત્યારે તેમનું ચારિત્ર મોહનીય કર્મ અને જ્ઞાનાવરણીય કર્મ કલુષિત કરે તેવું હતું, તોપણ તે મહાત્મા સ્વપરાક્રમથી તેને દૂર કરવા યત્ન કરતા હતા અર્થાત્ શાસ્ત્રાનુસારી બોધના બળથી તેને ક્ષણ કરતા હતા અને કેટલાક જીવોને એવાં જ બદ્ધ અવસ્થાવાળાં કર્મો વિપાકમાં હોય તોપણ વિવેકયુક્ત બોધસામગ્રીની પ્રાપ્તિ ન થઈ હોય ત્યારે તે કર્મના ઉદયને કારણે મોહ પામે છે અને કેટલાક જીવો તત્ત્વને જાણવા છતાં અલ્પ સત્ત્વવાળા હોય તો તેવાં બદ્ધ અવસ્થાવાળાં કર્મોથી મોહ પામે છે.
વળી કેટલાંક કર્મો કિટ્ટીકૃત હોય છે=અન્યોન્ય અનુવેધ દ્વારા લોલીભૂત થયેલા પદાર્થો જેવાં હોય છે, તેનાથી કર્મોની નિધત્ત અવસ્થા કહે છે, નિધત્ત અવસ્થા પામેલાં કર્મો જીવના સામાન્ય પ્રયત્નથી નિવર્તન પામતાં નથી. આથી જ શૈલકસૂરિને જિનવચનનો પારમાર્થિક બોધ હતો. મોક્ષના અત્યંત અર્થી હતા, તેથી પૂર્વમાં આત્મા સાથે બદ્ધ અવસ્થાવાળાં કલુષિત કરનારાં રાગાદિ કર્મોને સ્વપરાક્રમથી દૂર કરતા હતા, તોપણ નિમિત્તને પામીને જ્યારે પ્રમાદવાળા થયા ત્યારે બદ્ધ અવસ્થા કરતાં કંઈક ઘનીભૂત અવસ્થાવાળાં કર્મો વિપાકમાં આવ્યાં હશે, તે નિધત્ત કર્મ હોવાની સંભાવના છે, તેના બળથી તેમનું કષાયના નાશને અનુકૂળ સદ્વર્ય અલના પામ્યું અને પંથકમુનિના નિપુણ યત્નને પામીને તેમનું સદ્વર્ય ઉલ્લાસ પામ્યું ત્યારે તે કર્મ ક્ષીણ થયું અથવા નિધત્ત પણ કર્મ પહેલાં વિશેષ પ્રકારના ઉલ્લસિત થયેલી વિર્યને કારણે ઉપહૃત થયું. તેથી આત્માને મલિન કરનારાં એવાં તે કર્મોને શોધન કરવા માટે શૈલકસૂરિ સમર્થ બન્યા. આથી જ કોઈ જીવ સમ્યક્ત પામે ત્યારે સંસારને નિર્ગુણ જાણે છે, સર્વવિરતિની ઉત્કટ ઇચ્છા થાય છે અને તેનાં સર્વવિરતિ આવારક કર્મ નિકાચિત પણ નથી, છતાં તે સમ્યગ્દષ્ટિના તેટલા નિર્મળ બોધથી સર્વવિરતિનો પરિણામ થતો નથી, પરંતુ કોઈ ઉપદેશક નિપુણતાપૂર્વક સર્વવિરતિનું પારમાર્થિક સ્વરૂપ બતાવે અને તેની પ્રાપ્તિના ઉચિત ઉપાયો બતાવે તે સર્વને દઢ પ્રણિધાનપૂર્વક જો સાંભળે તો તે શ્રવણક્રિયાથી તેનું સદ્વર્ય ઉલ્લસિત થાય છે. જેથી નિધત્ત અવસ્થાને પામેલાં પણ સર્વવિરતિ આવારક કર્મ ક્ષયોપશમભાવને પામે છે અને તે સમ્યગ્દષ્ટિ જીવને જ્યાં સુધી તે પ્રકારની ઉપદેશની સામગ્રી પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી પોતાના બોધને અનુરૂપ કષાયના ઉચ્છેદમાં યત્ન હોવા છતાં અને સર્વવિરતિની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સર્વવિરતિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થતું નથી. વળી ઉપદેશથી સર્વવિરતિનો પરિણામ થઈ શકે તેવા જીવને સર્વવિરતિનાં બાધક નિકાચિત કર્મો પણ નથી. આથી જણાય છે કે તેનાં નિધત્ત કર્મો હોવાથી ઉપદેશની સામગ્રી વગર સર્વવિરતિના પરિણામને પ્રગટ થવામાં બાધક બને છે, તેથી જેઓ તીવ્ર સંવેગને ઉત્પન્ન કરે તેવી દેશનાદિ સાંભળે, જેનાથી સદ્વર્ય ઉલ્લસિત થાય તો નિધત્ત કર્મવાળા જીવોને પણ સર્વવિરતિનો પરિણામ પણ થઈ શકે છે.
વળી ખપુરીકૃત કર્મો જે ગાઢ ભાવથી આત્મપ્રદેશો સાથે એકીભૂત છે, તેને નિકાચિત અવસ્થાવાળાં કહેવાય છે. આ કર્મો ક્ષપકશ્રેણિમાં ઉલ્લસિત થતા મહાવીર્યથી નાશ પામે તેવાં છે, તે સિવાય તેનો નાશ સંભવતો નથી. આથી જ કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ સર્વવિરતિનો અત્યંત અર્થી હોય, ભગવાનના વચનના પારમાર્થિક રહસ્યને જાણનાર હોવાથી શક્તિ અનુસાર કષાયના ઉચ્છેદમાં યત્ન કરતો હોય