________________
૨૫
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૮-૨૪૯ સંયમમાં શિથિલતા આપાદક કર્મ અબલવાન હતાં, ત્યારે તે મહાત્મા સ્વપરાક્રમથી કર્મની શક્તિને હણતા હતા. આથી પૂર્વમાં પણ શૈલકસૂરિ વિદ્યમાન ચારિત્ર મોહનીય કર્મને સ્વપરાક્રમથી હણતા હતા. જ્યારે પ્રમાદ આપાદક કર્મ બળવાન થયું, ત્યારે નિમિત્તને પામીને શિથિલ થયા, છતાં તેમનું કર્મ ઉચિત ઉપાયથી નિવર્તન પામે તેવું હતું. ફક્ત તે કર્મને દૂર કરવાને અભિમુખ સદ્વર્ય ઉલ્લસિત થતું ન હતું અને પંથક મુનિએ નિપુણ ઉપાય કરીને શૈલકસૂરિને બોધ કરાવ્યો. જેથી એ મહાત્મા સ્વપરાક્રમથી કર્મને નાશ કરવા ફરી તત્પર થયા. વળી કેટલાક જીવો નિપુણ પ્રજ્ઞાવાળા હોય છે, કર્મને હણવા માટે સદા ઉદ્યમશીલ હોય છે. સ્વયં પ્રમાદને અભિમુખ નથી, તોપણ તે પ્રકારનાં બલવાન કર્મો તેમને બલાત્કારે ચારિત્રના પથમાંથી દૂર કરે છે. જેમ નંદિષેણ મુનિ પ્રતિદિન દસ દસ જીવોને મહાસંવેગપૂર્વક ધર્મની દેશના આપીને સ્થિર કરતા હતા અથવા કોઈક દિવસે દસથી પણ અધિક જીવોને ચારિત્રમાં સ્થિર કરતા હતા. આ રીતે જેનામાં બીજાના સંદર્યને ઉલ્લસિત કરવાની વિપુલ શક્તિ હતી, તેવા નંદિષેણ મુનિનાં પણ ચારિત્ર મોહનીય કર્મ એવાં દૃઢ હતાં કે પોતાને ચારિત્રનો બલવાન પક્ષપાત હોવા છતાં ચારિત્રનો પરિણામ ઉલ્લસિત કરી શકતા ન હતા; કેમ કે તે પ્રકારનાં વિચિત્ર કર્મો બીજાને વૈરાગ્યસ્પર્શી દેશનાથી ક્ષયોપશમ કરાવી શકે, પરંતુ પોતાના ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ ન કરી શકે. વળી જમાલીને પૂર્વમાં મહાસંવેગ હતો, તોપણ વિપર્યાસ આપાદક બલવાન કર્મો ઉદયમાં આવ્યાં ત્યારે ઉપદેશની અનેક સામગ્રી મળવા છતાં માર્ગને અભિમુખ પરિણામ થયો નહિ. If૨૪૮ાા અવતરણિકા :
तदिदं कर्मसामर्थ्यमत एवाहઅવતરણિતાર્થ :
તે આ કર્મનું સામર્થ છે. આથી જ કહે છે=નંદિષેણ મુનિ તત્વના જાણનારા હતા, છતાં ચારિત્રના પરિણામવાળા થયા નહિ, તે આ કર્મનું સામર્થ્ય છે. આથી ગાથામાં કહે છે –
ગાથા :
कलुसीकओ य किट्टीकओ य, खउरीकओ मलिणिओ य ।
कम्मेहिं एस जीवो, नाऊण वि मुज्झई जेण ।।२४९।। ગાથાર્થ -
કમોં વડે કલુષિત કરાયેલો અને કિટ્ટી કરાયેલો, ખપુરી કરાયેલો અત્યંત તેના ભાવને પામેલો, અને મલિન કરાયેલો આ જીવ જાણીને પણ જે કારણથી મોહ પામે છે. ll૨૪૯ll ટીકા :
कलुषीकृतो जलमिव पार्थिवरेणुभिरनेन बद्धावस्थां लक्षयति । चशब्दाः सर्वेऽपि समुच्चयार्थाः