________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૮
ટીકા –
दश दश दिवसे दिवसे धर्मे बोधयति, अथवा अधिकतरान् इत्येवंभूता नंदिषेणशक्तिः तथापि च से तस्य संयमविपत्तिश्चारित्राभाव इत्यक्षरार्थः ।
अधुना कथानकम् -
श्रेणिकसुतो नन्दिषेणश्चरणप्रतिबन्धके कर्मणि सत्यपि वार्यमाणः प्राव्राजीत् । जातो गीतार्थः । अभ्यस्तक्रियाकाण्डोऽन्यदा एकाकिविहारयोग्यं प्रतिकर्म कुर्वन् भिक्षाटने कथञ्चिद् गणिकागृहं प्राविशत्, प्रोक्तश्च तेन धर्मलाभः, वेश्या सहासमाह - द्रम्मलाभेन प्रयोजनमस्माकं, न धर्मलाभेनेति । ततस्तथाविधभवितव्यतया लब्धियुक्तत्वान्नीव्रात्तृणमपाकृष्य पातिताऽनेन हिरण्यवृष्टिः, अक्षय निधिरयमिति मत्वा निर्गच्छन् स विधृतो 'भाटीं दत्वा क्व यासि' इति वदन्त्या तया । ततः कर्मवैचित्र्यादवश्यम्भावितया भावस्य चचाल चित्तमस्येति । स च किल गृहीताभिग्रहस्तत्र तिष्ठन् दिने दिने दशाधिकान् वा धर्मे प्रतिबोध्य भगवते शिष्यतया ददौ । पश्चात् क्षीणे कर्मणि जातपश्चात्तापो धर्मे तस्थाविति ॥। २४८ ।।
ટીકાર્ય ઃ
दश दश दिवसे તસ્થાવિતિ।। દિવસે દિવસે દશ દશને ધર્મમાં=ચારિત્ર ધર્મમાં, બોધ પમાડે છે અથવા અધિકતરોને બોધ પમાડે છે. આવા પ્રકારની નંદિષણની શક્તિ છે, તોપણ તેમને સંયમની વિપત્તિ છે=ચારિત્રનો અભાવ છે, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક
ચારિત્રનાં પ્રતિબંધક કર્મ હોતે છતે પણ વારણ કરાતા શ્રેણિકપુત્ર નંદિષણે દીક્ષા લીધી. ગીતાર્થ થયા, અભ્યસ્ત કરાયેલા ક્રિયાકાંડવાળા એકવાર એકાકી વિહારને યોગ્ય પ્રતિકર્મને કરતા ભિક્ષા માટે ભ્રમણમાં કોઈક રીતે ગણિકાના ઘરમાં પ્રવેશ્યા. એના વડે ધર્મલાભ કરાયો. વેશ્યાએ હાસ્ય સહિત કહ્યું – અમારે પૈસાના લાભથી પ્રયોજન છે, ધર્મલાભથી નહિ. તેથી તેવા પ્રકારની ભવિતવ્યતાથી લબ્ધિયુક્તપણાથી છતમાંથી તણખલાને ખેંચીને આના વડે હિરણ્યની વૃષ્ટિ પડાઈ. આ અક્ષયનિધિ છે, એ પ્રમાણે માનીને ભાડું દઈને તું ક્યાં જઈશ ? એ પ્રમાણે બોલતી તેણી વડે જતો રોકાયો. તેથી કર્મના વિચિત્રપણાથી અને ભાવનું અવશ્ય થનારપણું હોવાથી આનું ચિત્ત ચલાયમાન થયું અને ગ્રહણ કરાયેલા અભિગ્રહવાળો તે ત્યાં રહેતો પ્રત્યેક દિવસે દેશ અથવા દશથી અધિકને ધર્મમાં પ્રતિબોધ કરીને ભગવાનને શિષ્યપણાથી આપવા લાગ્યો. પછીથી કર્મ ક્ષીણ થયે છતે થયેલા પશ્ચાત્તાપવાળો ધર્મમાં સ્થિર થયો. ૫૨૪૮॥
.....
ભાવાર્થ:
કેટલાક જીવોના સંયમમાં શિથિલતા આપાદક કર્મો કંઈક બળવાન હોય છે. તેથી તત્ત્વના જાણનારા પણ તે જીવો પ્રમાદી બને છે. જેમ શૈલકસૂરિ તત્ત્વના જાણનાર હોવા છતાં સંયમમાં શિથિલ થયા અને