________________
૨૬
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૪૯ किट्टीकृतो अन्योन्यानुवेधद्वारेण रसलोलीभूतसुवर्णचूर्णवद् अनेन निधत्तावस्थामा-चष्टे, खपुरीकृतः . गाढं तद्भावमापनो गुन्दादिरूपता(ता) गततदन्यद्रव्यवद्, अमुना निकाचितावस्थां सूचयति । मलिनितो बहिर्जातमलः शुष्करेणुगुण्डितशरीरवत्, अनेन स्पृष्टदशां दर्शयति, अस्याश्च पश्चादुपादान-., मियमुपशान्तक्षीणमोहसयोगिनां केवलापि भवतीति ज्ञापनार्थम् । कैः ? क एवंविध इत्याहकर्मभिर्ज्ञानावरणादिभिरेष स्वसंवेदनसिद्धो जीवः कथमेतल्लक्ष्यते इत्याह-ज्ञात्वाऽपि तत्त्वं मुह्यति मोहं याति येन कारणेनेति ।।२४९॥ ટીકાર્ય :
નુષીતો .... #ારોનેતિ | કલુષિત કરાયેલો=પાર્થિવ રેણુ વડે જલની જેમ કલુષિત કરાયેલો. આના દ્વારા બદ્ધ અવસ્થાને જણાવે છે=બદ્ધ અવસ્થાવાળાં કર્મોને જણાવે છે. સર્વ પણ ૪ શબ્દો સમુચ્ચય અર્થવાળા છે, કિટ્ટી કરાયેલ અન્યોન્ય અનુવેધ દ્વારા રસલોલીભૂત સુવર્ણના ચૂર્ણની જેમ કિટ્ટીકૃત, આના દ્વારા નિધન અવસ્થાને કહે છેઃકર્મની વિધત અવસ્થાને કહે છે, ખપુરી કૃત=ગાઢ તેના ભાવને પામેલો છે અને અન્ય દ્રવ્યની જેમ ગુન્દાદિરૂપતાને પામેલો, આના દ્વારા નિકાચિત અવસ્થાનું સૂચન કરે છે. મલિનિત=બહાર થયેલા મલવાળો, સૂકી રજથી સ્પર્શાયેલા શરીરની જેમ, આના દ્વારા સ્પષ્ટ દશાને બતાવે છે અને આની પાછળ ઉપાદાન=સ્પષ્ટ કર્મનું છેલ્લે ગ્રહણ, આ=સ્પષ્ટ કર્ય, ઉપશાંત મોહ-ક્ષીણમોહ-યોગી કેવલી પણ થાય છે, એ જણાવવા માટે છે, કોના વડે કોણ આવા પ્રકારનો છે ? એથી કહે છે – જ્ઞાનાવરણીય આદિ કર્મો વડે આ=સ્વસંવેદનથી સિદ્ધ એવો જીવ, આવા પ્રકારનો છે, કેવી રીતે આ જણાય છે ? એથી કહે છે – જાણવા છતાં પણ તત્વને જાણવા છતાં પણ, જે કારણથી મોહ પામે છે. ર૪૯ ભાવાર્થ :
જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી કલુષિત કરાયેલો છે અર્થાત્ બદ્ધ અવસ્થાને પામેલાં જ્ઞાનાવરણીય આદિ કર્મો હોવાને કારણે કંઈક અજ્ઞાન અને રાગાદિ ભાવોથી કલુષિત કરાયેલો છે. વળી કેટલાંક કર્મો કિટ્ટીકૃત છે, તે નિધન અવસ્થાને પામેલા ઘાતિકર્મનું કાર્ય છે, વળી જેમ કોઈક ફળ કોઈક દ્રવ્ય સાથે અત્યંત સંશ્લેષ પામેલું હોય, તેમ આત્માની સાથે ઘાતકર્મો ગાઢ ભાવને પામેલા હોય તે ખપુરી કૃત કહેવાય છે. આના દ્વારા નિકાચિત અવસ્થા બતાવાઈ છે. વળી કેટલાંક કર્મો મલિનિત હોય છે શુષ્ક રેણુથી સ્પર્શેલા શરીરવાળા પુરુષ જેવાં હોય છે. જેમ ૧૧-૧૨-૧૩મા ગુણસ્થાનકે વર્તતા જીવોને યોગકૃત કર્મબંધ થાય છે, તે આત્માને સ્પર્શીને બીજી ક્ષણમાં નાશ પામે છે, તેથી તે કર્મોથી તેમનો આત્મા માત્ર મલિન કરાયો છે.
આનાથી એ ફલિત થાય કે જે જીવોનાં કર્મો બદ્ધ અવસ્થાવાળાં છે, તેમનાં જ્ઞાનાવરણીય આદિ કર્મો તે આત્માને કલુષિત કરે છે. છતાં નિપુણ પ્રજ્ઞાવાળા મહાત્માઓ સ્વપરાક્રમથી તેનું ઉમૂલન કરે છે.