________________
૧૬.
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩ અવતરણિકાર્ય - હવે શ્રાવકના ગુણોને જ વિશેષથી કીર્તન કરતાં કહે છે –
ગાથા -
विरया पाणिवहाओ, विरया निच्चं च अलियवयणाओ ।
विरया चोरिक्काओ, विरया परदारगमणाओ ।।२४३।। ગાથાર્થ :
શ્રાવકો પાણીવધથી વિરત છે, અલિક વચનથી નિત્ય વિરત છે, ચૌર્યથી વિરત છે, પરઘસગમનથી વિરત છે. ર૪૩ ટીકા :
श्रावका ह्येवम्भूता भवन्ति, विरताः प्राणिवधात् जीवमारणात्, स्थूलादिति प्रक्रमात् सर्वत्र योज्यं, विरता नित्यं च सदैवाऽलीकवचनादनृतभाषणाद्, 'विरया चोरिक्काओ'त्ति चोर्यात् विरताः परदारगमनात् परयोषिन्मैथुनादिति ॥२४३।। ટીકાર્ય :
શ્રાવા ... મધુનાહિતિ | શ્રાવકો આવા પ્રકારના હોય છે, પ્રાણીવધથી જીવને મારવાથી, સ્થૂલથી વિરત છે એ પ્રકારે પ્રક્રમથી સર્વત્ર પાંચેય વ્રતોમાં, યોજવું અને નિત્ય=હંમેશાં જ, અલીક વચનથી=અવૃત ભાષણથી, વિરત છે. ચીર્યથી વિરત છે, પરસ્ત્રી સાથે મૈથુનથી વિરત છે. ર૪૩મા ભાવાર્થ :
વિવેકી શ્રાવકો મહાવ્રતના અત્યંત અર્થી હોય છે. તેથી મહાવ્રતની શક્તિના સંચય માટે સ્કૂલ પ્રાણાતિપાતાદિથી વિરત હોય છે. તેથી ત્રસ જીવોની હિંસાથી વિરત હોવા છતાં સ્થાવરાદિ વિષયક પણ ઉચિત જયણા કરનારા હોય છે. આથી ગમનાદિ પ્રવૃત્તિમાં પણ શક્ય હોય ત્યાં પૂંજી-પ્રમાર્જીને ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી સ્થૂલ મૃષાવાદથી વિરત હોય છે. તેથી રાગાદિને વશ સંસારની પ્રવૃત્તિમાં જે બોલે છે, તેનો પરિહાર કરવા માટે અસમર્થ હોવા છતાં કોઈને પીડાકારી થાય, તેવાં મૃષાવચનો બોલતા નથી, પારકા ધનને ક્યારેય ગ્રહણ કરતા નથી અને પરસ્ત્રી સાથે મૈથુનસેવન કરતા નથી. અહીં વિરત શબ્દ ફરી ફરી વાપરીને વિરતિનું અત્યંત મહત્ત્વ બતાવેલ છે. તેથી વિવેકી શ્રાવકો સંપૂર્ણ નિરવદ્ય જીવનની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે વિવેકપૂર્વક દેશવિરતિનું પાલન કરે છે. તેનું સૂચન થાય છે. ૨૪૩ાા