________________
૨૦.
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૬-૨૭
ટીકા -
तपोनियमशीलकलिता एतदुपेताः सुश्रावका ये भवन्ति इह प्रवचने सुगुणाः, स्वरूपज्ञापनमिदं तेषां न दुर्लभानि निर्वाणविमानसौख्यानि तदुपायप्रवृत्तत्वादिति ॥२४६।। ટીકાર્ય :
તાનિયન ..... પ્રવૃત્તિત્તાહિતિ છે. અહીં પ્રવચનમાં, તપ-નિયમ-શીલથી યુક્ત આનાથી ઉપેત અર્થાત્ યુક્ત જે સગુણ સુશ્રાવકો છે તેમને લિવણ અને વિમાનનાં સુખો દુર્લભ નથી; કેમ કે તેના ઉપાયમાં પ્રવૃતપણું છે, સુગુણ એ વિશેષણ સ્વરૂપને જણાવનાર છે. ર૪છા ભાવાર્થ :
જે શ્રાવકો વારંવાર સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરે છે અને સંસારના પરિભ્રમણનું કારણ અસંયમ છે, તેવી સ્થિર બુદ્ધિવાળા છે, તેથી શક્તિ અનુસાર અસંયમના પરિણામના નિવર્તન માટે તપનિયમ અને શીલમાં યત્ન કરે છે, એવા શ્રાવકો ભગવાનના વચનથી ભાવિત થનારા હોવાથી સુંદર ગુણવાળા છે; કેમ કે પ્રતિદિન સાધુધર્મનું ભાવન કરીને ભાવસાધુ તુલ્ય ત્રણ ગુપ્તિનું બળ સંચય થાય તે રીતે સદા યત્ન કરનારા છે, તેવા શ્રાવકોને શક્તિ સંચય ન થાય તો ભાવથી સર્વવિરતિની પ્રાપ્તિ ન થાય અને પોતાનામાં બળસંચય થયો નથી, તેવો બોધ હોવાથી સંયમ ગ્રહણ ન કરે, તોપણ તેમને દેવલોકનાં અને નિર્વાણનાં સુખો દુર્લભ નથી; કેમ કે જેમનું ચિત્ત હંમેશાં ભાવસાધુના સ્વરૂપથી રંજિત છે, તેવા જીવો તે ઉત્તમ ચિત્તના બળથી અવશ્ય વિમાનવાસી દેવો થશે અને તેવા ઉત્તમ ચિત્તથી યુક્ત દેવભવને પામીને પણ નિર્વાણની શક્તિનો સંચય કરશે. તેથી પરિમિત કાળમાં સંસારનો ક્ષય કરીને અવશ્ય મોક્ષસુખને પ્રાપ્ત કરશે. I૪શા અવતરણિકા -
तथा पायप्रवृत्तानां न किञ्चिदसाध्यमस्ति, यतो गुरुरपि शिष्येण तथाभूतेन बोध्यत इत्याह चઅવતરલિકાઈ -
તે આ પ્રમાણે=સુશ્રાવક ઉપાયમાં પ્રવૃત હોવાથી નિર્વાણ અને દેવલોકનાં સુખ દુર્લભ નથી એમ પૂર્વમાં કહ્યું તે તથાથી બતાવે છે – ઉપાયમાં પ્રવૃત્ત જીવોને કાંઈ અસાધ્ય નથી, જે કારણથી તેવા પ્રકારના શિષ્ય વડે=ઉપાયમાં પ્રવૃત એવા શિષ્ય વડે, ગુરુ પણ બોધ પમાડાય છે. એને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે તપાદિથી યુક્ત એવા શ્રાવકોને દેવલોક અને મોક્ષનાં સુખ દુર્લભ નથી. તેને સ્પષ્ટ કરવા માટે કહે છે –