________________
ઉપદેશમાલા ભાગ-૨
ગાથા-૨૪૫-૨૪૬
૧૯
સ્થિર બુદ્ધિ છે અને સર્વ દ્રવ્યાદિ ભાવો પ્રત્યે સંશ્લેષ રહિત થઈને અસંગભાવમાં જનારા મુનિઓના ચિત્તને જોનારા છે અને તેમની જેમ જ અસંગ ચિત્તની પ્રાપ્તિના અત્યંત અર્થી છે, તોપણ અનાદિનો મોહનો પરિણામ ત્યાગ કરવો દુષ્કર છે. તેથી તેના ત્યાગના અભ્યાસ રૂપે પાંચ અણુવ્રતો સ્વીકારીને પાંચ મહાવ્રતોની શક્તિનો સંચય કરે છે. દુર્જનની મૈત્રી હંમેશાં ત્યાગ કરે છે અર્થાતુ વિચારે છે કે જેઓ વિષયોમાં ગાઢ રતિવાળા છે, તેમના સંસર્ગથી વિષયો પ્રત્યેની જે થોડી પણ આસક્તિ છે, તે વૃદ્ધિ પામશે. તેનાથી વિનાશની પરંપરા થશે, તેથી તેવા જીવોથી હંમેશાં દૂર રહે છે. વળી તીર્થંકરોગણધરો આદિના વચનથી ભાવિત થઈને સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવી શોભન પ્રતિજ્ઞા કરે છે. જેથી તે પ્રતિજ્ઞાના બળથી દેશથી સંવૃત થઈને સર્વથી સંવૃત થવાને અનુકૂળ બળ સંચય કરે છે. વળી પર પરિવારનો ત્યાગ કરે છે અર્થાત્ બીજાની તે તે પ્રકૃતિ જોઈને તેના વિષયક કોઈકને કહીને આનંદ લેવાનો સ્વભાવ તે પરપરિવાદ છે અને તેવી પ્રકૃતિનો વિવેકી શ્રાવક ત્યાગ કરે છે; કેમ કે વિવેકી શ્રાવકો સ્થૂલ મૃષાવાદથી નિવૃત્ત પરિણામવાળા હોય છે અને પરની તે તે પ્રકારની પ્રકૃતિ બીજાને કહેવાનો પરિણામ તે મૃષાવાદ છે. તેથી પૂર્વમાં તેવો સ્વભાવ હોવાથી પરપરિવાદ કરીને જે પ્રકૃતિ નિર્માણ થયેલ તેના અનર્થકારી સ્વરૂપનું ભાવન કરીને તેનો ત્યાગ કરે છે અને ભગવાને કહેલો ધર્મ જિનતુલ્ય થવાને અનુકૂળ ઉચિત વ્યાપારરૂપ છે, તેવો જ ધર્મ વિવેકી શ્રાવકને સારરૂપે જણાય છે. એથી ભગવાને કહેલા ધર્મના સ્વરૂપનું વારંવાર ભાવન કરીને પોતાનામાં પ્રગટ થયેલા ધર્મને નિર્મળ-નિર્મળતર કરે છે અને જેઓ આ રીતે દુર્જનની મૈત્રી આદિના ત્યાગમાં યત્ન કરતા નથી, પરંપરિવાદનો ત્યાગ કરતા નથી, તેઓ કદાચ શ્રાવકધર્મ પાળતા હોય તોપણ તે બાહ્ય આચારો ગુણસ્થાનકની નિષ્પત્તિ કે વૃદ્ધિમાં સમર્થ બનતા નથી, માટે શ્રાવકધર્મને સ્વીકાર્યા પછી દુર્જનની મૈત્રીનો સતત ત્યાગ કરવો જોઈએ. પર પરિવારનો ત્યાગ કરવો જોઈએ અને આત્માને સદા જિનઉપદેશથી ભાવિત કરવો જોઈએ. ૨૪પા અવતરણિકા :
तादृशां फलमाहઅવતરણિકાર્ય :તેવા પ્રકારના શ્રાવકોને પ્રાપ્ત થતા ફળને બતાવે છે –
ગાથા -
तवनियमसीलकलिया, सुसावगा जे हवंति इह सुगुणा ।
तेसिं न दुल्लहाई, निव्वाणविमाणसोक्खाइं ।।२४६।। ગાથાર્થ :
પ્રવચનમાં જે તપ-નિયમ-શીલથી યુક્ત ગુણવાળા શ્રાવકો છે, તેમને નિર્વાણ અને દેવલોકનાં સુખો દુર્લભ નથી. ર૪કા.