________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૪૨-૨૪૩
Gu
ટીકા -
साधूनां चैत्यानां च प्रत्यनीकं क्षुद्रोपद्रवकारिणं तथाऽवर्णवादिनं च वैभाष्यकरणशील, किं बहुना ? जिनप्रवचनस्याऽहितं शत्रुभूतं 'सव्वत्थामेण ति समस्तप्राणेन प्राणव्ययेनाऽपि वारयति तदुन्नतिकरणस्य महोदयहेतुत्वादिति ॥२४२।। ટીકાર્ય :
સાધૂનાં .. હેતુત્વાિિત | સાધુઓના અને ચૈત્યોના પ્રત્યેનીકને શુદ્ધ ઉપદ્રવ કરનારને અને અવર્ણવાદીનેedભાણ કરવાના સ્વભાવવાળાને, વધારે શું કહેવું? જિનપ્રવચનના અહિતને=શત્રુભૂતને, સર્વ પ્રયત્નથી=સમસ્ત પ્રાણથી પ્રાણના વ્યયથી પણ, વારણ કરે છે; કેમ કે તેના ઉન્નતિકરણનું મહોથહેતુપણું છે.ર૪રા ભાવાર્થ -
સુસાધુ કોઈને પીડા ન થાય તે પ્રકારે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. તેવા સાધુઓ પ્રત્યે પણ જેઓને “આ જૈન સાધુ છે', એ પ્રકારની બુદ્ધિથી દ્વેષ વર્તતો હોય અને તેના કારણે તેઓને ઉપદ્રવ કરતા હોય અથવા અવર્ણવાદ કરતા હોય તો વિવેકી શ્રાવકે સર્વ યત્નથી તેનું વારણ કરવું જોઈએ, એ પ્રકારનો ઉચિત શ્રાવકધર્મ છે, પરંતુ સાધુવેષમાં જેમની પ્રવૃત્તિ અન્યને પીડાકારી હોય અને તેના કારણે જેઓ સાધુને ઉપદ્રવ કરતા હોય તે વિષયક શ્રાવકે નિપુણતાથી ઉચિત પ્રવૃત્તિનો વિચાર કરવો જોઈએ; કેમ કે અજ્ઞાનને વશ અન્ય જીવોનો વ્યાઘાત થાય તેવી સાધુની પ્રવૃત્તિ હોય ત્યારે માત્ર સાધુનો પક્ષપાત કરીને તેના ઉપદ્રવકારી ગૃહસ્થનું નિવારણ કરે તો તેમને ધર્મ પ્રત્યે દ્વેષ થવાનો સંભવ રહે. વળી વિવેકી શ્રાવકો ચૈત્યોની પ્રવૃત્તિ તે રીતે જ કરે છે, જેથી કોઈને પીડાકારી ન થાય. આમ છતાં જેઓને ચૈત્ય પ્રત્યે સ્વાભાવિક પ્રષ છે, તેના કારણે ઉપદ્રવ કરે છે, તેવા પ્રત્યેનીકોને શ્રાવકે સર્વ પ્રયત્નથી વારણ કરવા જોઈએ અને ચૈત્ય સંબંધી અવર્ણવાદ બોલતા હોય તેનું પણ વારણ કરવું જોઈએ અને સાધુવેષમાં, શ્રાવકવેષમાં કે અન્ય લિંગમાં કોઈ જિનપ્રવચનનું અહિત થાય, તેવું વર્તન કરતા હોય, જેનાથી ભગવાનનું શાસન આ પ્રકારે અનુચિત પ્રવૃત્તિ બતાવનાર છે, તેવા લોકોને ભ્રમ થાય તેનું વારણ સર્વ પ્રયત્નથી કરવું જોઈએ. તે પ્રકારના ઉચિત પ્રયત્નથી ભગવાનના શાસનની ઉન્નતિ થાય છે, જે મહાકલ્યાણનું કારણ છે. જેમ સાવઘાચાર્ય શાસ્ત્રમર્યાદાથી રહિત જિનાલય નિર્માણ કરનારાઓને કહ્યું કે “જો કે આ જિનાલય છે, તોપણ સાવદ્ય છે,” તે કથન દ્વારા જિનપ્રવચનના અહિતભૂત કૃત્યનું વારણ કરીને જેમ પ્રવચનની ઉન્નતિ કરી તે રીતે વિવેકી શ્રાવકે દુષમકાળમાં જે કોઈ અનુચિત પ્રવૃત્તિ થતી હોય તેનું નિવારણ કરવું જોઈએ. ll૨૪શા અવતરણિકા -
अधुना श्रावकगुणानेव विशेषतः कीर्तयन्नाह