________________
૧૨
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૩૯- ટીકા -
साधूनां कल्पनीयं योग्यं यदशनादिकं नापि नैव दत्तं कस्मिंश्चिदेशकालादौ किञ्चित् स्वल्पमपि तस्मिन् विविधरूपे धीराः सत्त्ववन्तः यथोक्तकारिणो विहितानुष्ठानपराः सुश्रावकास्तदशनादि न भुञ्जते नाश्नन्तीति ।।२३९।। ટીકાર્ય :
સાધૂનાં .... નારનન્તરિ | સાધુઓને કલ્પીય યોગ્ય, એવું જે અશનાદિ કોઈક દેશ-કાલાદિમાં કંઈક= સ્વલ્પ પણ, અપાયું નથી જ, તેમાં વિવિધરૂપવાળા એવા તે અશનાદિમાં, યવોક્તકારી વિહિત અનુષ્ઠાનમાં તત્પર, ધીર=સત્ત્વવાળા સુશ્રાવક, તે અશતાદિને વાપરતા નથી. પર૩૯. ભાવાર્થ :
જે ક્ષેત્રમાં સાધુ વિદ્યમાન હોય, સાધુ વહોરવા માટે પધાર્યા હોય અને સાધુ માટે નિર્દોષ હોય તેવા અશનાદિ જે દેશ-કાલમાં કોઈ સાધુ થોડું પણ વહોરે નહિ તો જે સુશ્રાવકોને સાધુ પ્રત્યે અત્યંત ભક્તિ છે, એથી સુસાધુને દાન કરીને તે વસ્તુ માટે વાપરવી એવો દઢ અધ્યવસાય છે અને સંયમની પ્રવૃત્તિ કરવામાં ધીર પુરુષ છે તેવા શ્રાવકો જે આહારાદિ સાધુ ગ્રહણ કરે નહિ એને વાપરે નહિ, આ પ્રકારના વિદ્યમાન પણ આહારના ત્યાગમાં સાધુ પ્રત્યે બહુમાન ભાવ અત્યંત વૃદ્ધિ પામે છે. જેથી સંયમની પ્રાપ્તિ સુલભ થાય છે. ૨૩૯ll અવતરણિકા :વિશ્વઅવતરણિકાર્ય :
વળી શ્રાવક અન્ય શું કરે છે ? એ બતાવે છે – ગાથા :
वसहीसयणाऽऽसणभत्तपाण भेसज्जवत्थपत्ताई ।
जइ वि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं देइ ।।२४०।। ગાથાર્થ :
જો કે શ્રાવક પર્યાપ્ત ધનવાળો નથી, તોપણ સાધુને થોડામાંથી પણ થોડું વસતિ, શયન, આસન, ભક્ત, પાન, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ આપે છે. રિઝoll ટીકા :
वसतिरुपाश्रयः शयनं काष्ठमयसंस्तारकादि, आसनं पीठकादि, भक्तमोदनादि, पानं द्राक्षादीनां,