________________
૧૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-ર૩૭-૩૮ ગાથાર્થ :
પરતીર્થિકોને પ્રણમન, ઉભાવન, સ્તવન, ભક્તિરાગ, સત્કાર, સન્માન, દાન અને વિનયનો ત્યાગ કરે છે. ર૩ળા. ટીકા :
परतीथिकानां शाक्यादीनां प्रणमनं शिरसा, उद्भावनं परसमक्षं गुणवर्णनं, स्तवनं तदेव तेषां पुरतो, भक्तिरागश्चेतसोऽनुबन्धः पश्चाद् द्वन्द्वैकवद्भावः, चः समुच्चये, सत्कारं वस्त्रादिभिः सन्मानमनुव्रजनादिभिः, दानमशनादीनां, विनयं च पादक्षालनादिकं वर्जयतीति ।।२३७॥ ટીકાર્ય :
પરતfથાના .... સર્નયતીતિ પરતીથિક એવા શાક્ય આદિને પ્રણમન મસ્તકથી તમને, ઉદ્દભાવન=બીજા સમક્ષ ગુણનું વર્ણન, સ્તવન તે જ તેઓની આગળ=ગુણનું વર્ણન જ પરતીર્થિકોની આગળ સ્તવન છે, ભક્તિરાગ=ચિત્તનો અનુબંધ, ત્યારપછી=બધાનો અર્થ કર્યા પછી દ્વજ એકવભાવ છે=જ સમાસ છે, શબ્દ સમુચ્ચયમાં છે, વસ્ત્રાદિ સત્કાર, પાછળ જવું વગેરેથી સન્માન, આહારાદિનું દાન, પાદપ્રક્ષાલનાદિ વિનયનું વર્જન કરે છે. ર૩૭ના ભાવાર્થ :
વિવેકી શ્રાવક સુસાધુ પ્રત્યે જ ભક્તિવાળા હોય છે, અન્ય તીર્થિકો ઘણા ગુણોથી યુક્ત હોય તોપણ મિથ્યાત્વાદિ દોષોનું સહવર્તીપણું હોવાથી તેમને પ્રણામ કરતા નથી. વળી બીજાની સામે પરતીર્થિકમાં વર્તતા ગુણોનું વર્ણન કરતા નથી; કેમ કે તે ગુણોના વર્ણનથી કોઈના ચિત્તમાં ભ્રમ થાય તો તેના દર્શનાદિ કરે તો તેના અનર્થમાં નિમિત્ત બનવાનો પ્રસંગ આવે. ફક્ત પરતીર્થિકે પણ જો જિનવચનાનુસાર કોઈ પ્રરૂપણા કરી હોય તેને આશ્રયીને મહાત્મા વડે આ પ્રમાણે કહેવાયું છે, એમ કહેવામાં આવે ત્યારે તે શુદ્ધ પ્રરૂપણાના અંશથી તેમનું ઉપવૃંહણ છે, પરંતુ સામાન્યથી પરતીર્થિકોના ગુણોનું વર્ણન કરીને તેમની પ્રશંસા કરે નહિ અને પરતીર્થિકોની સન્મુખ તેમનું સ્તવન કરે નહિ; કેમ કે તેમ કરવાથી તેમની પોતાના દર્શનની પ્રવૃત્તિમાં નિષ્પકંપતા આવે છે અર્થાત્ આ શ્રાવકો પણ અમારા ધર્મને સારરૂપે જાણે છે, તેવી બુદ્ધિ સ્થિર થાય. વળી પરતીર્થિકો પ્રત્યે ભક્તિરાગ ધારણ કરે નહિ; કેમ કે તેઓ વિપર્યાસ બુદ્ધિવાળા છે, તેથી તત્ત્વને અતજ્વરૂપે જાણનારા છે. આથી સત્કાર, સન્માન, આહારાદિનું દાન અને વિનયનો પણ ત્યાગ કરે છે. ર૩ણા
ગાથા -
पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारेइ । असईए सुविहियाणं, भुंजइ य कयदिसालोओ ।।२३८।।