________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૫-ઇ. કૃતપ્રમાણવાળું કરે છે અને પ્રાકૃતપણું હોવાથી ર શબ્દનો પરનિપાત છે=ગાથામાં “રિમા'ની પૂર્વમાં મૂકવાને બદલે પાછળ મુકાયેલો છે અને જો આ પ્રમાણે વર્તતો કોઈક રીતે પ્રમાદથી અપરાધને પ્રાપ્ત કરે છે, તો તેને પણ સંક્રાત કરે છે–પ્રાયશ્ચિત્ત આદિથી ઉલ્લંઘન કરીને શુભયોગને પ્રાપ્ત થાય છે અથવા આ છ વિભક્લિઓ=કર્તા આદિ છ કારકો સમાન છે, એ પ્રકારે પ્રાકૃતનું લક્ષણ હોવાથી બૃહત્ પાપસ્થાન દૂર રહો, પરંતુ રંધાય છે=જે ઓદનાદિ કુટુંબાદિ માટે પચાવાય છે, તેને પણ શંકા કરતો તેટલા પથથી પણ શ્રાવક ભય પામતો હોય છે. ગર૩૫ા ભાવાર્થ :
શ્રાવક સાધુપણાના અત્યંત અર્થી હોય છે, તેથી સર્વવિરતિની શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી ગૃહસ્થજીવન જીવે છે, તેથી ધનઅર્જનાદિ કરે છે, તોપણ કર્મદાનાદિ અધર્મ કર્મને સેવતા નથી, પરંતુ સતત દયાળુ ચિત્ત વર્તે તે પ્રકારે ધનઅર્જનાદિ કરે છે. વળી પોતે શક્તિ અનુસાર વ્રતોને ગ્રહણ કર્યા હોવા છતાં જેમ જેમ અધિક અધિક વ્રત ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય, તેમ તેમ પોતાને ગ્રહણ કરવા યોગ્ય પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં સતત ઉત્સાહવાળા હોય છે; કેમ કે દેશવિરતિના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય તો જ થઈ શકે જો સ્વીકારાયેલાં વ્રતોમાં અતિશયતા કરવા માટે શક્તિ અનુસાર સતત અપ્રમાદ વર્તે. વળી સર્વ ધન-ધાન્યાદિ પરિગ્રહનું પરિમાણ કરેલું હોય છે; કેમ કે સાધુની જેમ સંપૂર્ણ નિગ્રંથ ભાવની પ્રાપ્તિની ઇચ્છા છે, તેથી નિગ્રંથભાવને અનુકૂળ કંઈક બળ સંચય થાય તેના માટે શક્તિ અનુસાર પરિગ્રહનો સંકોચ કરે છે.
વળી ગાથાના ચોથા પાદનો અર્થ બે પ્રકારે કરે છે – આવો શ્રાવક પણ કોઈક નિમિત્તથી દેશવિરતિનાં ઉચિત કૃત્યોમાં પ્રમાદવશ સ્કૂલના પામે તો તે અલનાને સંક્રાંત કરે છે= પ્રાયશ્ચિત્તાદિ કરીને શુભયોગને પ્રાપ્ત થાય છે, પરંતુ થયેલા અપરાધની ઉપેક્ષા કરતા નથી અથવા બીજી રીતે અર્થ કરે છે – નવા શબ્દ અપિ અર્થમાં છે. રબ્બર શબ્દ રંધાવાય છે=પકાવાય છે, શું પકાવાય છે ? એથી કહે છે – જે કુટુંબાદિ માટે ભોજન રંધાય છે, તેમાં પણ આરંભની શંકા કરતો તેટલા આરંભથી પણ ભય પામે છે અર્થાત્ અત્યંત દયાળુ ચિત્ત હોવાથી સતત વિચારે છે કે આ આરંભનો પણ ત્યાગ કરીને હું ક્યારે સંપૂર્ણ નિરારંભ જીવનને પ્રાપ્ત કરીશ. આવા પ્રકારનો વિવેકસંપન્ન શ્રાવક શ્રમણનો ઉપાસક કહેવાય છે=ભાવસાધુપણું પ્રાપ્ત કરવાને અનુકૂળ બળસંચય કરનાર વિવેકી શ્રાવક કહેવાય છે. ર૩પડા
ગાથા -
निक्खमणनाणनिव्वाणजम्मभूमीओ वंदइ जिणाणं ।
न य वसइ साहुजणविरहियंमि देसे बहुगुणे वि ।।२३६।। ગાથાર્થ -
જિનોની નિષ્ક્રમણ, નાણ, નિર્વાણ, જન્મની ભૂમિઓને વંદન કરે છે અને સાધુ લોકોથી રહિત બહુગુણવાળા પણ દેશમાં વસતો નથી. ર૩૬ll