________________
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૩૮-૨૩૯ ગાથાર્થ -
પ્રથમ યતિઓને આપીને સ્વયં પ્રણામ કરીને પારે છે=આહાર વાપરે છે અને સુવિહિતો નહિ હોતે છતે કરાયું છે દિશાનું અવલોકન જેના વડે એવો તે વાપરે છે. પર૩૮. ટીકા -
प्रथमं पूर्वं यतिभ्यः साधुभ्यो दत्वाऽशनादिकं पश्चादात्मना प्रणम्य तान् पारयति भुङ्क्ते 'असईए' त्ति अभावे सुविहितानां साधूनां भुङ्क्ते चशब्दात् परिदधाति च वस्त्रादिकमकृतसंविभागं कृतदिशालोकः सन् यद्यत्राऽवसरे साधवः स्युरनुगृहीतोऽस्मीति चिन्तयन्नित्यर्थः ।।२३८।। ટીકાર્થ:
પૂર્વ — વિજયસિત્ય: પ્રથમ=પૂર્વમાં, યતિઓ-સાધુઓને, અશનાદિ આપીને પાછળથી તેઓને આત્માથી પ્રણામ કરીને=સ્વયં પ્રણામ કરીને, વાપરે છે અને સુવિહિત સાધુઓના અભાવમાં કરાયું છે. દિશાનું અવલોકન જેમના વડે એવા વાપરે છે=આહારાદિ ગ્રહણ કરે છે, જ શબ્દથી=ગાથામાં રહેલ જ શબ્દથી નથી કરાયો સંવિભાગ જેનો એવાં વસ્ત્રાદિ સાધુઓને થાય છે, જો આ અવસરમાં સાધુઓ હોય તો હું અનુગૃહીત થાઉં એ પ્રકારે ચિંતવન કરતો વાપરે છે. ૨૩૮ ભાવાર્થ
શ્રાવકને સંયમ પ્રત્યે અત્યંત આદર હોય છે અને સંયમીનું જીવન જ સફળ છે, તેવી સ્થિરબુદ્ધિ હોય છે, તેથી પોતાના માટે અશનાદિ તૈયાર કર્યા પછી પ્રથમ સાધુને આપીને પછી ભક્તિથી તેઓને પ્રણામ કરે છે, ત્યારપછી પોતે આહાર વાપરે છે; કેમ કે પોતાના આહારથી સાધુઓ સંયમની વૃદ્ધિ કરશે, તે પ્રકારનો ઉત્તમ ભાવ હોવાથી શ્રાવક પણ પોતાના સંયમને અનુકૂળ ભાવોને પુષ્ટ પુષ્ટતર કરે છે. વળી કોઈક નિમિત્તે તે ક્ષેત્રમાં સુવિહિત સાધુ ન હોય તો દિશા અવલોકનાદિ કરે છે અને વિચારે છે કે જો અત્યારે સાધુઓ હોય તો તેમની ભક્તિ કરીને કૃતાર્થ થાઉં, ત્યારપછી ભોજન કરે છે, તે રીતે પોતાના ઉપભોગ માટે ગ્રહણ કરાયેલાં વસ્ત્રાદિ સાધુને વહોરાવીને ઉપભોગ કરે છે અને સાધુના અભાવમાં દાન કર્યા વગર ઉપભોગ કરે છે. ર૩૮ ગાથા :
साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंचि तहिं ।
धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ।।२३९।। ગાથાર્થ :
કોઈક સમયે કલ્પનીય જે કંઈક સાધુઓને અપાયું નથી, તેને યથોક્તકારી ઘીર સુશ્રાવકો વાપરતા નથી. ર૩૯ll