________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૧-૨૩૨ વળી વિવેકી શ્રાવક પૂર્વ-અપર અઘટમાન અર્થવાળા પર સિદ્ધાંતોમાં ક્યારેય રાગ કરતો નથી, પરંતુ પૂર્વ-અપર એકવાક્યતાથી સુસંબદ્ધ એવાં જિનવચનોમાં જ રાગ કરે છે. આથી જ સ્વમતિ અનુસાર યથાતથા જોડાયેલાં જિનવચનોને ગ્રહણ કરીને વિવેકી શ્રાવક તેમાં રાગ કરતો નથી, પરંતુ યુક્તિક્ષમ પદાર્થોને યુક્તિથી જાણવા યત્ન કરે છે અને આગમગ્રાહ્ય પદાર્થોને જિનવચનના બળથી શ્રદ્ધા કરે છે અને શક્તિ અનુસાર ભગવાનના વચનના તાત્પર્યને જાણવા માટે સદા ઉદ્યમશીલ રહે છે. II૨૩૧||
ગા
४
दवणं कुलिंगीणं, तसथावरभूयमद्दणं विविहं ।
धम्माओ न चालिज्जइ, देवेहिं सइंदएहिं पि ।। २३२ ।।
ગાથાર્થઃ–
કુલિંગીઓના વિવિધ પ્રકારના ત્રસ-સ્થાવર જીવોના મર્દનને જોઈને ઈન્દ્રો સહિત પણ દેવો વડે ધર્મથી ચલાયમાન કરી શકાતા નથી, તે શ્રાવકો છે. II3II
ટીકા
दृष्ट्वा कुलिङ्गिनां शाक्यसाङ्ख्यादीनां त्रसस्थावरभूतमर्दनं पचनपाचनादौ विविधं नानारूपं, धर्मात् सर्वज्ञोक्तादशेषजन्तुसूक्ष्मरक्षणाभिधायकान चाल्यते न भ्रंश्यते देवैः सेन्द्रैरपि किं पुनर्मनुનૈરિતિ ।।૨૨।।
ટીકાર્ય :
.....
दृष्ट्वा પુનર્નનુઽરિતિ ।। શાક્ય આદિ કુલિંગીઓના પચન-પાચનાદિમાં વિવિધ પ્રકારના ત્રસસ્થાવર જીવોના મર્દનને જોઈને ઇન્દ્ર સહિત પણ દેવો વડે જેઓ ધર્મથી=સર્વજ્ઞથી કહેવાયેલા સઘળા પ્રાણીઓના સૂક્ષ્મ રક્ષણને કહેનારા ધર્મથી, ચલાયમાન કરાતા નથી, શું વળી મનુષ્યો વડે ? એ પ્રકારનો ભાવ છે. II૨૩૨।।
ભાવાર્થ:
શ્રાવકો ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે, તેમને ત્રસ અને સ્થાવર જીવો વિષયક સૂક્ષ્મ બોધ છે અને સર્વ જીવો પ્રત્યે શમભાવના પરિણામને કરે તેવો ષટ્કાયના પાલનનો પરિણામ જ ધર્મ છે, અન્ય નહિ, એવી સ્થિર બુદ્ધિ છે, એથી અન્યદર્શનના કે સ્વદર્શનના પણ પાર્શ્વસ્થાદિ દ્વારા વિવિધ પ્રકારે ત્રસ-સ્થાવર જીવોનું મર્દન થતું હોય તેને વિવેકી શ્રાવકો ક્યારેય ધર્મરૂપે સ્વીકારતા નથી, પરંતુ કોઈ જીવને પીડા ન થાય, કોઈનો પ્રાણ નાશ ન થાય, કોઈ જીવના કષાયના ઉદ્રેકમાં પોતે નિમિત્ત થાય, તેવા પ્રકારના ષટ્કાયના પાલનમાં તેમને સ્થિર ધર્મબુદ્ધિ છે, આથી પાંચ મહાવ્રતો તેમને ધર્મરૂપ દેખાય છે અને તેવાં મહાવ્રતોનું જેઓ સમ્યક્ પાલન કરે છે, તેમાં તેમને પૂર્ણ ધર્મ દેખાય છે. તેથી