________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૩૧
ગાથાર્થ :
ધર્મમાં સુવિનિશ્ચિત એકમતિવાળો, અનન્ય દેવતાવાળો, વળી પ્રશમાદિથી યુક્ત એવો શ્રાવક પૂર્વ અપર વ્યાહત અર્થવાળા એવા કુસમયમાં=પરના સિદ્ધાંતમાં, રાગ કરતો નથી. ર૩૧II ટીકા -
सुविनिश्चिता निश्चला एका अद्वितीया मतिर्बुद्धिर्यस्य स तथा क्व ? धर्मेऽहिंसादिके, न विद्यतेऽन्या भगवद्व्यतिरिक्ता देवता यस्य सोऽनन्यदेवतः, चः समुच्चये, पुनःशब्दात् प्रशमादियुक्तश्च, न च नैव कुसमयेषु परसिद्धान्तेषु रज्यते पूर्वापरव्याहतार्थेषु अघटमानेष्वनेन रागागोचरतां लक्षयति
રક્ષા ટીકાર્ય :
સુનિશ્વિતા .... નક્ષત્તિ | સુવિનિશ્ચિત=નિશ્ચલ એવી, એક અદ્વિતીય, મતિ=બુદ્ધિ છે જેને તે તેવો છે=સુવિનિશ્ચિત એકમતિવાળો છે, શેમાં સુવિનિશ્ચિત એકમતિવાળો છે ? એથી કહે છે – અહિંસા આદિ લક્ષણવાળા ધર્મમાં અને ભગવાનથી વ્યતિરિક્ત અન્ય દેવતા વિદ્યમાન નથી જેને તે અનન્ય દેવતાવાળો છે, ૫ શબ્દ સમુચ્ચયમાં છે અને પુનઃ શબ્દથી પ્રશમાદિ યુક્ત છે અને પૂર્વ-અપર વ્યાહત અર્થાવાળા કુસમયોમાં પરસિદ્ધાંતોમાં, રાગ કરતો નથી જ, આના દ્વારા રાગની અગોચરતાને બતાવે છે. ૨૩૧ ભાવાર્થ
વળી શ્રાવક અહિંસાદિ પાંચ મહાવ્રતોરૂપ ધર્મમાં સુવિનિશ્ચિત એકમતિવાળા હોય છે અર્થાત્ તેમને સ્પષ્ટ બોધ હોય છે કે અહિંસાદિ પાંચ મહાવ્રતોને પાળીને અનંતા જીવો આ ભવસમુદ્રથી પારને પામેલા છે, તેથી મારે પણ તે અહિંસાદિ પાંચ મહાવ્રતો સેવવાની શક્તિનો સંચય થાય તે રીતે ભગવાનની ભક્તિ આદિ કરવાં જોઈએ, જેથી ભવસમુદ્રના પારને પામું અને જેઓને તેવી સુવિનિશ્ચિત એકમતિ નથી, તેઓ સમ્યગ્દષ્ટિ જ નથી તો ભાવશ્રાવક કઈ રીતે સંભવે ?
વળી જેને વીતરાગ સિવાય અન્ય કોઈ દેવતા નથી તે શ્રાવક છે; કેમ કે મિથ્યાત્વના અપગમથી વિવેકી શ્રાવકને સ્પષ્ટ શ્રદ્ધા છે કે વીતરાગ થવાથી સંસારનો ક્ષય થાય છે અને પાંચ મહાવ્રતો વીતરાગ થવાનો ઉપાય છે, તેથી વિવેકી શ્રાવક વિતરાગની ઉપાસના કરીને વીતરાગ ભાવનાથી આત્માને સદા વાસિત કરે છે, જેથી રાગાદિ ક્ષીણ ક્ષીણતર થાય, તેનાથી શાંત થયેલું ચિત્ત ત્રણ ગુપ્તિના પાલનમાં સમર્થ બને છે. તેના બળથી પાંચ મહાવ્રતો સેવી શકે છે, તેના ફળરૂપે સંસારનો ક્ષય થાય છે. તેથી વિતરાગ સિવાય અન્ય દેવને દેવરૂપે સ્વીકારતો નથી.
વળી વિવેકી શ્રાવક સંસારથી ભય પામેલો છે, તેથી સ્વશક્તિ અનુસાર પ્રશમ-સંવેગ-નિર્વેદ આદિ ગુણોમાં યત્ન કરીને આત્માને પ્રશમાદિ ભાવોથી સમૃદ્ધ કરે છે.