________________
ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૭૦-૨ા ટીકા :
सुश्रावको वन्दते उभयकालमपि प्रातः सन्ध्या अपिशब्दान्मध्याह्ने च, चैत्यानि अर्हदिम्बलक्षणानि, स्तवा भक्तामराद्याः, स्तुतयो याः कायोत्सर्गपर्यन्तेषु दीयन्ते, तत् परमस्तत्प्रधानः सन् तथा जिनवराणां प्रतिमागृह जिनवरप्रतिमागृहं तस्मिन् धूपपुष्पगन्धैरर्चनं जिनवरप्रतिमागृहधूपपुष्पगन्धार्चनं तस्मिन् उद्युक्तः कृतोद्यम इति ।।२३०।। ટીકાર્ય :
સુત્રાવો .... તોય તિ | શ્રાવક ઉભયકાલ પણ=સવાર અને સાંજ બન્ને કાળમાં પણ, વંદન કરે છે અને આપ શબ્દથી મધ્યાહ્નમાં પણ વંદન કરે છે, કોને વંદન કરે છે ? એથી કહે છે –
ચૈત્યોને=અરિહંતનાં બિંબરૂપ ચૈત્યોને વંદન કરે છે. આવો ભક્તામર આદિ, સ્તુતિઓ જે કાયોત્સર્ગના પર્યન્ત અપાય છે, તે પ્રધાન છતો શ્રાવક અને જિનવરોના પ્રતિમાગૃહ=જિનવરપ્રતિમાગૃહ, તેમાં ધૂપ-પુષ્પ-ગંધ વડે અર્ચન=જિનવરપ્રતિમાગૃહધૂપ પુષ્પ, ગંધ, અર્ચત તેમાં ઉઘુક્તક કરાયેલા ઉધમવાળો શ્રાવક ઉભયકાલ પણ ચૈત્યોને વંદન કરે છે, એમ અવથ છે. ર૩૦માં ભાવાર્થ :
શ્રાવક વીતરાગ થવાના અત્યંત અર્થી હોય છે, તેથી સવાર-બપોર-સાંજ ત્રણે કાળ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે અને ત્રણ કાળ પૂજા કરીને વીતરાગના ગુણોનું સ્મરણ કરીને વિતરાગ થવાને અનુકૂળ બળ સંચય થાય તેવો યત્ન કરે છે. વસ્તુતઃ વીતરાગ થવાનો ઉપાય ત્રણ ગુપ્તિપૂર્વક શક્તિના પ્રકર્ષથી કરાયેલો યત્ન છે, પરંતુ શ્રાવકમાં તે પ્રકારના રાગાદિ ભાવો હોવાથી ત્રણ ગુપ્તિના પાલનની ઉત્કટ ઇચ્છા હોવા છતાં ત્રણ ગુપ્તિને સેવવા સમર્થ નથી, તેથી પોતાની શક્તિનો પ્રકર્ષ કરવા માટે ત્રણ કાળ જિનવરની પૂજા કરે છે. જેથી ત્રણ ગુપ્તિના પ્રકર્ષવાળા ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિથી પોતાનામાં પણ સુસાધુની જેમ ત્રણ ગુપ્તિને અનુકૂળ શક્તિ પ્રગટ થાય. ૨૩ના અવતરણિકા :
તથ
અવતરણિયાર્થ:
અને શ્રાવક બીજું શું કરે છે ? તે બતાવે છે – ગાથા -
सुविणिच्छियएगमई, धम्मम्मि अणण्णदेवओ य पुणो । न य कुसमएसु रज्जइ, पुव्वावरवाहयत्थेसु ।।२३१।।