________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ રૂ૩ ]
તેઓને માતાપિતા કેમ કહી શકાય? તેથી મૌન કરવું જ શ્રેયસકર છે. ભૂતાદિક દેષ વિના પણ શકરાજે એટલા માટે મૌન ધારણ કર્યું હતું. પણ આ મારું વચન તેનાથી ઉલ્લંઘન કરી શકાય નહીં તેથી જ તે અમારા બોલાવવાથી બે. એ બાળક છતાં પણ પૂર્વ ભવના અભ્યાસને લીધે નિશ્ચયથી સમ્યકત્વ પામ્યું છે. શકરાજ કુમારે પણ તેમજ સર્વ કબૂલ કર્યું. વળી શ્રીદત્ત કેવળી બોલ્યા કે, હે શુકરાજ, એમાં શું આશ્ચર્ય છે? આ સંસારરૂપ નાટક એવું જ છે કેમકે, આ જીવે અનંતા ભવ ભમતાં એકેક જીની સાથે અનંતાનંત સંબંધ કરેલા છે. શાસ્ત્રમાં કહેવું છે કે, જે પિતા તે પુત્ર થાય છે, ને પુત્ર છે તે પિતા થાય છે, જે સ્ત્રી છે તે માતા થાય છે, અને જે માતા છે તે સ્ત્રી થાય છે. એવી કઈ જાતિ, જેણુ (ની), સ્થાન, કુળ કાંઈ પણ નથી કે જેમાં સર્વ જીવો અનંતી વાર જન્મેલ કે મરણ પામેલ ન હોય. તેટલા માટે કંઈ ઉપર રાગ-દ્વેષ કરે નહીં. સમતાને ધારણ કરી પુરૂષાએ માત્ર વ્યવહાર માર્ગને અનુસરો. ત્યાપછી તે (શ્રીદર કેવળી) કહે છે કે, મારે પણ એ જ કેવળ વૈરાગ્યના કારણભૂત સંબંધ બન્યો છે, તે વિશેષથી જેમ બન્યો છે તેમ જ કહી બતાવું છું, તે તમે સાંભળો.
કથાંતર્ગત શ્રીદત્ત કેવળીને પૂર્વભવ લક્ષમીના સ્થાનકરૂપ શ્રીમંદિર નામે નગરમાં દુઃખે દમી શકાય એ સ્ત્રીલંપટી અને કપટપ્રિય સુરકાંત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં દાનીઓમાં અને ધનાઢ્યોમાં મુખ્ય એ રાજમાન્ય સમશેઠ નામે નગરશેઠ રહેતે હતો. તેને લક્ષ્મીના રૂપને પણ પિતાના રૂપથી જીતનારી સમશ્રી નામની સ્ત્રી હતી. તેમને શ્રીદત્ત નામને પુત્ર અને તેને શ્રીમતી નામે સ્ત્રી હતી. એ ચારે જણાને વેગ તે ખરેખરા પુણ્યના જ સંગથી થયો હતો. કહ્યું છે કે, “જેને પુત્ર વશ(કહ્યાગરો) અને ભક્તિવંત હય, સ્ત્રી પોતાના ચિત્તને અનુકૂળ પ્રવર્તતી હોય, અને દ્રવ્ય વિષે સંતેષ હોય, તેને ખરેખર આ લાકમાં જ સ્વર્ગ છે.”
એક દિવસ સોમશેઠ પિતાની સમશ્રી સ્ત્રીને સાથે લઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા, તે વખતે સુરકાંત રાજા પણ દૈવયોગથી ત્યાં આવી ચઢ્યો. તે સોમશ્રીને દેખીને તત્કાળ રાગરૂપ સમુદ્રમાં તણાવા લાગ્યો, જેથી તે જ વખતે તેણીને બળાત્કારથી તે પોતાના [ અંતઃપુરમાં લઈ ગયો. કહ્યું છે કે,
યૌવન, ધન-સંપદા, મોટાઈ, અવિવેકતા, એ એક એક પણ અનર્થકારક હોય છે, ત્યારે એ ચારે એકઠાં મળ્યાં હોય તો તે પ્રાણુને શું ન કરાવે? અર્થાત્ મહા અનર્થ રાવી શકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org