________________
[ ૨૨ ]
श्राद्धविधिप्रकरण ।
છે, પણ એમાં વિશેષ એટલું જ વિચારવા યોગ્ય છે કે, ફરીને પણ તિર્યંચને બંધ પડે તે તેને ભેગવે છે. અહિંયાં એટલું જરૂર યાદ રાખવાનું છે કે, “તીર્થની ભક્તિસેવાથી દુર્ગતિ નહીં પણ શુભ ગતિજ થાય, એ આ તીર્થનો મહિમા હોવા છતાં પણ આ જિતારી રાજાની તિર્યંચ ગતિ થવારૂપ દુર્ગતિ થઈ તેમાં કાંઈ તીર્થના મહિમાની હાનિ થતી નથી, કેમકે એ તે પ્રમાદાચરણનું લક્ષણ જ છે કે, સુરત દુર્ગતિ પતન થાય. જેમકે કોઈપણ રોગીને વૈધે ઔષધાદિકથી નિરોગી કર્યા છતાં પણ કુપથ્યાદિકનું સેવન કરે અને તેથી ફરીને રોગીષ્ટ થાય તેમાં વૈદ્યને કાંઈપણ દેષ નથી; દેષ તે કુપચ્ચને જ છે, તેમ આ રાજાની પણ પ્રમાદના ફળથી દુર્ગતિ થઈ. જો કે પૂર્વભવકૃત કર્મયોગથી ઉત્પન્ન થયેલા દુર્ધાનથી કદાચિત તે
કરૂપ તિર્યંચ થયે, તે પણ સર્વજ્ઞ વાક્ય એવું છે કે, એક વાર પણ સમ્યકત્વ લાભ થયો છે તે સર્વોત્કૃષ્ટ સફળ છે, માટે તેનું ફળ એને મળ્યા વિના રહેનાર નથી.”
ત્યારપછી આ જિતારી રાજાની પાછળ સર્વ સંસ્કાર કરાવ્યા પછી તેની બને રાણીઓ ( હંસી અને સારસી ) દીક્ષા અંગીકાર કરીને તપશ્ચર્યા કરી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવીઓપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવલોકમાં બન્ને દેવીઓને અવધિજ્ઞાનથી તપાસ કરતાં જણાયું કે, અમારો પૂર્વભવતિ તિર્યચપણે ઉત્પન્ન થયા છે, જેથી તેણીઓએ તે થક(પિપટ) પાસે આવીને તેને પ્રતિબોધ પમાડ્યો. છેવટે તેજ નવિન વિમળાચળ તીર્થના તેજ દેરાસરમાં તેને તેમજ અણસણ કરાવ્યું. જેથી તેજ દેવીઓના પતિપણે તે (પિપટ-જિતારી રાજાને જીવ) તેજ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયો. તેણે પિતાની બને દેવીઓ દેવલોકથી આવ્યા પહેલાં જ કઈક કેવળીને પૂછયું કે, સ્વામી, હું સુલભબધી છું કે દુર્લભબધી છું? કેવળીએ કહ્યું કે, સુલભબોધી છે. તેણે પૂછયું કે, મહારાજ, હું કેવી રીતે સુલભબધી થઈ શકીશ? કેવળી બોલ્યા કે, આ તારી દેવીઓ મથેની પહેલી દેવી જે હંસીનો જીવ છે તે ચવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે ઋતુધ્વજ રાજાનો મૃગધ્વજ નામે પુત્ર થયો છે, અને બીજી સારસીને જીવ ચવીને કાશ્મીર દેશમાં આવેલા નવિન વિમળાચળ તીર્થની સમીપેજ થયેલા તાપના આશ્રમમાં પૂર્વભવમાં કરેલાં કપટના સ્વભાવથી ગાંગીલ નામે ઋષિની કમલમાલા નામની કન્યા થઈ છે. એ બનેના પરણ્યા પછી તું ચવીને તેમને જાતિસ્મરણને પામનારો પુત્ર થઈશ કેવલીભગવંતની આ પ્રકારની વાણી સાંભળીને દેવતાએ શુકનું રૂપ બનાવીને મીષ્ટ વાણીથી તને તાપસોના આશ્રમમાં લઈ જઈ તને કન્યા અને તેને લાયક અલંકારો આપ્યાં. ત્યાંથી વળી તને પાછો લાવી તારા સન્ય સાથે મેળવીને તે સ્વર્ગમાં જતો રહ્યો. ત્યારપછી દેવકમાંથી ચવીને તેજ દેવતા આ તમારે “શુકરાજ કુમાર ઉત્પન્ન થયો. તે પુત્રને લઈને તું આ આંબા નીચે બેસી કમલમાળાની સાથે મુકવા સંબંધી વાત કરવા લાગે તે સાંભળતાં તેને (શુકરાજને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે વિચારવા લાગ્યું કે, હાલ મારા માતાપિતાપણે છે, પરંતુ પૂર્વભવમાં તો એ બન્ને મારી સ્ત્રીઓ હતી માટે
For Private & Personal Use Only
Jain Education International
www.dainelibrary