Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય
શ્રી શત્રુંજ્ય ગિરિરાજ તીર્થો લેકમાં આવેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રના મધ્યે, નાભિના સ્થાને જમ્બુદ્વીપ આવેલો છે. તે દ્વીપની પણ નાભિ સ્થાને મેરુ છે. જમ્બુદ્વીપમાં છ વર્ષધર પર્વતો અને સાત વર્ષ-ક્ષેત્રો આવેલાં છે. તેમાં દક્ષિણે ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રના વૈતાલ્યથી બે ભાગ પડે છે. અને તે બે ભાગમાં થઈને ગંગા સિધુ જાય છે. એટલે બને ભાગના ત્રણ ત્રણ ભાગ થાય છે. એમ ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. તે છ ભાગમાંના દક્ષિણભરતના મધ્ય ખંડમાં સૌરાષ્ટ્ર દેશ આવેલ છે. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ આવેલો છે.
ભરત ક્ષેત્રમાં ૩૨ હજાર દેશે છે. તેમાં સાડા પચીસ આર્ય દેશ છે. આર્ય દેશ તેને કહેવાય છે કે જ્યાં ધર્મ કરવાની જોગવાઈ મળી શકે. આ એક આર્યક્ષેત્રની લાક્ષણિકતા છે. જ્યારે ધમની ઉત્પત્તિ ન થઈ હોય ત્યારે ત્યાં પણ ધર્મ ન હોય. પણ તેટલા માત્રથી તેનું ક્ષેત્રાર્ય પણું ચાલ્યું જતું નથી. સાડા પચ્ચીસ આ દેશમાં સૌરાષ્ટ્ર આવેલો છે, તે સૌરાષ્ટ્ર દેશમાં શ્રી શત્રુંજય ગિરિરાજ આવેલ છે. જેનું વર્ણન અત્રે પ્રસ્તુત છે.
શ્રી શત્રુંજય ઉપર સમવસરણે શ્રીઅભિનંદન સ્વામિ(ચોથા તીર્થકર)ના શાસનમાં થયેલા મહાલબ્ધિધારી આચાર્ય શ્રીશ્રતસાગરસૂરિજી શ્રીશંખેશ્વર આવતાં અને વિમલાદ્રિ જતાં, સંઘમાં વચમાં આવેલા છતારિરાજાના નગરે પધાર્યા. રાજા હંસી અને સારી બન્ને રાણીઓ સાથે ગુરુ મહારાજને વંદન કરવા જાય છે, ત્યારે ગુરુ મહારાજ ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે શ્રી ઋષભદેવથી માંડીને ચાર તીર્થકરેના સમવસરણ ગિરિરાજ પર થયાં છે અને ઓગણીસ તીર્થકરોના સમવસરણ શત્રુંજય પર થશે. (શ્રાદ્ધવિધિ પ્રકરણગત શુકરાજ કથા અંતર્ગત. ભાષાંતર પૃ. ૪૭)
વળી શત્રુંજય માહાસ્ય સર્ગ ૧૦ મે પૃ. ૫૯૭માં જણાવ્યું છે કે ઈન્દ્ર મહારાજે ગૃહસ્થપણામાં શ્રીનેમિનાથ ભગવાનને કહ્યું કે અમને શ્રી શત્રુંજ્યાદિ તીર્થોની યાત્રા કરાવો. આથી ઈન્દ્ર રચેલા વિમાનમાં, દેવની સાથે બેસીને ભગવાન શ્રી શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા હતા. અને ત્યાં શ્રીગિરિરાજના મહિમાને વર્ણવ્યો હતો. એટલે આ ગિરિ વીસ તીર્થકરોની ચરણરજ વડે પવિત્ર છે.
૧. શ્રીધર્મષસૂરિજીના શત્રુંજય લધુકલ્પની શુભશીલગણિની વૃત્તિમાં પ. ૪૩-૭૫ સુધિમાં વીશ તીર્થકરોના સમવસરણને વિસ્તાર આપ્યો છે.
(૧૧)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org