Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે. નવટુંક તરફ જતાં નવટૂંકની બારી આવે છે, ઘેટીની પાયગાએ જવા માટે ઘેટીની બારી. આટલાં જ કેટમાં પ્રવેશ દ્વાર છે. દરેકે ટૂંકમાં રક્ષણ માટે પેરે ભરનાર પહેરેગીરેચેકીયાત છે. ગિરિરાજને વહિવટ શે. આ. ક. ની પેઢી કરે છે. તેમજ કેટલીક ટૂંકને વહીવટ તેમને સ્વતંત્ર પણ છે. પણ આથી ગિરિવરની કિલ્લેબંધી સુધીની કહે કે બધી કહે તે બધી જવાબદારી પેઢીની છે.
તબક્કો બીજે
રામપોળ શ્રી શત્રુંજય ગિરિરાજ પર નાનાં મોટાં હજારેક દેરાસર હશે. એટલે ગિરિરાજ મંદિરના નગર જેવો સુરમ્ય છે. જેમ નગરને કિલ્લો હોય તેમ આ બધા મંદિરોને રક્ષણ માટે કિલ્લો છે. નગરમાં પોળો હોય તેમ અહિં ટૂંકે રૂપી પોળે છે. નગરને રક્ષણ માટે પહેરેગીર જોઈએ તેમ અહિ પહેરેગીર છે. નગરમાં મનોહર મહેલો હોય તેમ અહિં મંદિરે છે. નાનામોટા મહેલ નગરમાં હોય તેમ અહિં નાના મોટાં મંદિરો છે. મહેલો પર ધજા ફરકે તે અહિં દેવ મંદિરે પર ધજા ફરકે છે. રાજમંદિર મેટું હોય તેમ દાદાનું મંદિર મેટું ને મનહર છે. કળશ મહેલ ઉપર જોઈએ તેમ અહિં દાદાના શિખર પર કળશ છે. જો કે બધા જ શિખરે પર કળશ છે પણ દાદાના શિખર પર સોને રસેલો કળશ છે.
આ ગિરિરાજના નગરમાં પ્રવેશ કરવા માટે વર્તમાન કાળમાં મુખ્ય રસ્તો જયતલાટીને છે. જેનું વર્ણન પૂર્વે કર્યું છે. તે જયતલાટીના રસ્તે ૩૭૪૫ પગથિયાં છે. આ રસ્તે રામળિ સુધીને અઢી માઈલન થાય છે. આ ગિરિરાજની ટોચ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફુટ ઊંચી છે. કલ્પનામાં પણ ન આવે કે આટલી ઊંચાઈએ અજાયબીવાળાં અનેક પ્રકારના દહેરાં કેવા કેવા ભાગ્યશાળીઓએ બંધાવ્યાં હશે અને કેટલો પરિશ્રમ લીધે હશે.
આરાધ્ય એ આ ગિરિરાજ હોવાથી સૌને તેના માટે ભાવ ઉત્પન્ન થાય અને ભાવને બતાવવા માટે ગિરિરાજ પર મનહર મંદિર બનાવે અને પ્રતિમાજી મહારાજ પધરાવે. આવા મંદિરના નગરરૂપ ગિરિરાજની ટેચે આવીએ એટલે પ્રથમ પ્રવેશ દ્વાર રામપળ” આવે. વર્તમાનમાં આ દરવાજે મને હર સુશોભિત બનાવ્યું છે. ત્યાં કાયમ માટે પહેરેગીર રહે છે. વહાણું વાય ત્યારે દરવાજો ખુલે અને સાંજે બંધ થાય. “રામપળ એવું નામ ક્યા કારણે થયું, તે જાણવામાં આવ્યું નથી.
રામપળમાં પેસતાં સન્મુખ પંચશિખરી શ્રીવિમળનાથ ભગવાનનું મંદિર આવે છે. આ મંદિર શેઠ મોહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાએ બંધાવ્યું છે. તેની શ, ૧૫
(૧૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org