Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
બારીમાંથી બહાર સવાસેામની ટ્રકમાંથી પાછલી બારીમાંથી બહાર નીકળતાં ચાર પાંચ પગથિયાં ચઢતાં પાંડનું દહેરાસર આવે છે. તેમાં પાંચ પાંડવો, કુંતામાં અને દ્રૌપદીની મૂર્તિ છે. તેની ઉપર સં. ૧૭૮૮ નો લેખ છે. તેના ચોગાનમાં ખરા પથ્થરનું મનોહર સ્થાપત્ય છે. (ડો. મધુસુદન ઢાંકીના આધારે આ પાંચ પાંડવોનું દહેરાસર ૧૪૨૧ માં શા. દલીચંદ કીલાભાઈએ બંધાવ્યું છે) (ખરેખર આ મંદિર માંડવગઢના મંત્રી પેથડશાનું બંધાવેલું છે.) પૂર્વે આ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાન બીરાજમાન હશે, પછીથી આમ ફેરફાર થયો માનવ પડે. આ મંદિરના મંડોવર અને શિખરમાં સુંદર કારણ છે. મંદિર દક્ષિણાભિમુખ છે.
પાંડે
પાંડુરાજાના પુત્રો પાંડે રાજ્ય કરતા હતા ત્યારે, કૌરએ જુગટુ રમવાના બહાને પાંડને જુગટામાં જોડયા. પાંડવો બધું હાર્યા. સર્વનાશ કરનારા એવા જુગટામાં દ્રૌપદીને પણ હાર્યા. આથી દુષ્ટ એવા દુર્યોધને દ્રૌપદીનું શિયળ લૂંટવા એનાં વસ્ત્રો ખેંચાવ્યાં. પરંતુ શિયળના પ્રતાપે દ્રૌપદીનું શિયળ ન લુંટાયું. પાંડે વનવાસ ગયા. અંતે પાંડવ કૌરનું યુદ્ધ થયું. કૌરવોનો નાશ થયો. પાંડવો રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજને ઉદ્ધાર કરાવ્યો. પછી આ બધાએ હિંસાના પાપથી નિલેપ થવા સંયમ અંગીકાર કર્યો. તેની સાથે અભિગ્રહ લીધે કે “શ્રીનેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહારપાણી કરવાં. આગળ વિહાર લંબાવ્યો. ત્યારે સાંભળ્યું કે શ્રીનેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શ્રી શત્રુંજય ઉપર આવીને અનશઅંગીકાર કર્યું, અને આસો સુદ ૧૫મે દશક્રોડ મુનિઓ સાથે પાંડ મેક્ષે ગયા. પરંતુ નિયાણાના પ્રતાપે દ્રૌપદી આરાધના કરી દેવલોકમાં ગઈ. તે દેવકથી મનુષ્યભવમાં આવીને મેશે જશે.
સહસ્ત્રકુંડ પાંડવોના દેરાસરની પાછળ સહસકંડનું દહેરાસર આવેલું છે. (સહસકુંડની રચનાનું વર્ણન આગળ આપી ગયા છીએ.) આ સહસકુંડ ઉપર બે બાજુએ શિલાલેખ છે. તેની સં. ૧૮૬૦માં પ્રતિષ્ઠા થઈ છે. આ દહેરાસર સુરતવાળા ખૂબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તે દહેરાસરમાં એક બાજુએ ૧૭૦ પ્રતિમાજી આરસપહાણમાં કેરેલાં છે. એક સિત્તેર જિન શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં હોય છે.
(૧૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org