Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
ફોટાઓને સંક્ષિપ્ત પરિચય શે. આ. કે. વેચે છે. તેનું રિપ્રીન્ટ જૈન જર્નલ ત્રિમાસિકમાં કલકત્તાથી પ્રગટ થયું. ત્રિમાસિકમાં જેમ્સબર્ગેનને આભાર વગેરેનું લખાણ કર્યું છે.
આજે હૈયામાં તે કઈ ભાવ જાગૃત થતાં “શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” નામે આ પુસ્તકને પ્રગટ કરતાં મને આનંદ ઉપજે છે. આ પુસ્તકમાં પ્રગટ કરેલા ફટાઓને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવીએ છીએ. આ પુસ્તક શક્યતા મુજબ પણ અંગ્રેજી ભાષામાં આ સાથે જ પ્રગટ થશે. તે જરૂર સફળ થશે એમ માનું છું.
ફેટે. નં. ૧–પાલીતાણું સ્ટેશનથી કે છરી પાળતાં સંઘમાં આવતાં ગામ પહેલાં પુલ આવે છે. પુલની બાજુથી પાલીતાણા શહેર સહિત ગિરિરાજ કે દેખાય છે તેને ચિતાર છે.
ફેટે. નં. ૨ –આ અવસર્પિણી કાળમાં શ્રી શત્રુંજય ગિરિરાજના સેળ ઉદ્ધાર થઈ ગયા. સોળમે ઉદ્ધાર કરમાશાએ કરાવ્યો. સં. ૧૫૮૭ના વૈ. વ. ૬ના દિવસે-તે ઉદ્ધાર સમયે ગિરિરાજના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરી તે પ્રતિમાજીને આભૂષણ સહિતનો આ ફેટે છે. આજુબાજુમાં જે પરિકર છે, તે અમદાવાદવાળાનું ભરાવેલું છે અને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૦માં થઈ છે. આગળ ચાંદીની જાળી અને સીડી ઉપર દીવા ગોઠવેલા છે. હાલમાં તે જાળી પણ છે. અને દીવા છૂટા મૂકાય છે.
ફેટે. નં. ૩:–ઠેકઠેકાણે શત્રુંજયગિરિરાજના પટે મંદિરમાં પથ્થરમાં કોતરાવાય છે, કપડાં ઉપર પણ ચિતરાવાય છે, વળી ભિન્ન ભિન્ન પદ્ધતિથી ચિતરાવાય છે. અને જયતળાટીથી નવટૂક સુધીને આછો પાતળો દેખાવ બધામાં લેવાય છે, તેનું આ એક દશ્ય છે.
ફિટ નં. ૪ –સુરત સયદપરાના નંદીશ્વરદ્વીપના મંદિરમાં લાકડાના પાટીયા ઉપર ૧૦x૬ ફૂટમાં શ્રી શત્રુંજયગિરિરાજને પટ ચિતરેલો છે. તેમાં આવતા સંઘને,
* ફેટ નં. ૧ મહેન્દ્ર આર્ટ ટુડના માલીક જગુભાઈ ત્રિવેદીએ આપેલ છે. નં. ૨-૩ ફેટ રણજીતભાઈ શાહ વલસાડવાળાએ આપેલા છે. નં. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૯ “શ્રીતીર્થધિરાજ શત્રુંજય ટ્રેક પરિચય માં આપેલા બ્લેકે શેઠ આ. ક.ને આપેલા છે. નં. ૩૧, ૩૫, ૪૪, ૫૧, ૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧૨ના બ્લેકે જૈન જર્નલના આપેલા છે. જેન ટુરીસ્ટ ઈન ઈન્ડિઆમાંના નં. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧, ૧૨૦ના બ્લેકે સા, મ. નવાબના આપેલા છે. નં. ૧૧૫, ૧૧૬A, ૧૧૬B, ૧૧૮ના બ્લેકે શ્રી શત્રુજ્ય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહેવાલ પુસ્તકમાં પ્રગટ થયેલા શેઠ આ, કાને આપેલા છે. બાકીના ફેટા અમારા છે. લગભગ ૧૦૦ બ્લેક અમારા છે.
()
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org