Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન : ૧. તેના પાંચમા સેલગ અધ્યયનમાં “શત્રુંજય પર્વતને “પુંડરીક’ ગિરિના નામથી બે ઠેકાણે ઉલ્લેખ છે.
૨. શુક અનગાર સામાયિક વગેરે ચૌદ પૂર્વને અભ્યાસ કરી સંયમપૂર્વક ગામે ગામ વિહરવા લાગ્યા. થાવસ્થા પુત્ર પણ નીલાશેક ઉદ્યાનથી નીકળી પિતાના પરિવાર સાથે પુંડરીક ગિરિ ઉપર ગયા. તથા ત્યાં પિતાનું શેષ જીવન પૂરું કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. - ૩. ત્યારબાદ શુકમુનિ પિતાના પરિવાર સાથે સેલકપુરના સભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળી ગામે ગામ ફરતા પુંડરીક’ ગિરિ ઉપર આવીને રહેવા લાગ્યા.
૪. પંથકનું વચન સાંભળતાં જ સેલક સચેત થયા અને વિચારવા લાગ્યા કે જે વિષય વિલાસને છોડવા હું કટિબદ્ધ થયેલો, તેમાં જ હું પાછો સપડાય છું, અને શિથિલ થઈને એક સ્થાને જ પડી રહ્યો છું. મારૂં તીવ્રતપ કે સ્વાદેદ્રિયન જયની મારી ઉગ્ર સાધના કયાં? અરેરે ! આ શું થયું? આમ વિચારી સેલગે વાપરવા આણેલાં સેજ, સંથાર, પીઠ અને ફલક તેમના માલિકને પાછાં સોંપી દઈ, બીજે દિવસે જ એ સ્થાન છેડી પંથક સાથે વિહાર કરી જવાનો નિશ્ચય કર્યો, બહાર ગયેલા શિષ્યોએ સેલકને સંક૯પ જાયે એટલે તેઓ પણ તેની સાથે રહેવા પાછા આવ્યા. તે બધાએ પુંડરીક ગિરિ ઉપર જઈને પિતાનું શેષ જીવન વ્યતીત કર્યું. ' ૫. તેના સેલમા અવરકંકા અધ્યયનમાં શત્રુંજય ગિરિને આ પ્રમાણે ઉલ્લેખ છે. ત્યાં યુધિષ્ઠિર સિવાયના ચાર અનગારે એ નગરમાં ભિક્ષા લઈને આવતાં સાંભળ્યું કે અરિષ્ઠનેમિ અઈન ઉજજયંત શિલના શિખર ઉપર જઈને મોક્ષ પામ્યા છે. એટલે તેમણે પાંચ જણે ભેગા થઈને શત્રુંજયગિરિ ઉપર જવાનો વિચાર કર્યો. તેમણે આણેલે આહાર લેગ્ય સ્થળે પરઠવી દીધો અને તે પહાડ ઉપર જઈને તેઓ તપ કરતા રહેવા લાગ્યા. તથા તપ, સંયમ, ત્યાગ, અનાસક્તિ વગેરે ગુણને સંપૂર્ણપણે ખીલવીને કાળે કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
૬. દ્રૌપદી આર્યો પણ શુદ્ધ ભાવે બહુ સમય સુધી સંયમને પાળતી બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી મહાવિદેહમાં જન્મ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુફત થશે.
(અંતકૃદશામાં પણ બીજા અધિકાર હશે પણ તે હું મેળવી શકી નથી. શત્રુંજય ગિરિરાજનું સારાવલીયનામાં વર્ણન છે, એમ તવન વગેરેમાં આવે છે, પણ તે છપાયે કે ન છપાયે તેને ખ્યાલ મને નથી. છપાયો હોય તો તે મેં જોયા નથી અને હસ્તલિખિતમાં જેવા પ્રયત્ન કર્યો નથી. જ્ઞાતાજીનું મૂળ સૂત્ર અત્રે લીધું નથી.) B સારાવલી પયન્નાની વાત સ્તવમાં આવે છે પણ મેં તે ગ્રંથ જો નથી એટલે તેનો ઉલ્લેખ કર્યો નથી.
(ર૦૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org