Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પ્રકરણ-૧૯ મું
-: જાણવા જેવું નવું જૂનું :પૂર્વ કાળની અંદર ગિરિરાજ ઉપર જવાને માટે જે રરતા હતા તે બધા રસ્તાઓ નહીં ઘડેલા એવા પાષાણે વડે કરતા હતા. તેવી રીતે વર્તમાનમાં પણ તેવા જ રસ્તા હતા. પરંતુ દરબારને બાર મહિને ૬૦,૦૦૦ રૂપિયા રખોપાના આપવાનું વાઈસરોય દ્વારા નક્કી થયું હતું, તેથી તે આપવાને માટે આગોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજે ૧૧ લાખની ટેપ કરાવી હતી, કે જેના વ્યાજમાંથી તે પૈસા આપી શકાય. પણ હિંદુસ્તાન પ્રજાસત્તાક થતાં, દેશી રાજ્યનું વિલિનીકરણ થયું. ત્યારબાદ શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈએ સારા પ્રયત્નપૂર્વક એ ૬૦,૦૦૦ રૂપિયા ભારત સરકાર પાસે માફ કરાવ્યા. આથી આ રકમ ગિરિરાજના પગથિયાં બાંધવામાં ખર્ચાઈ. એટલે જયતલાટીથી રામપળ સુધી અને ઘેટીની પાયગાથી ઘેટીની બારી સુધી ઘડેલા પાષાણુનાં પગથિયાં થયાં અને રસ્તાને સુધારો કર્યો.
રામપળે આવીએ ત્યારે વિ.સં. ૧૮૯૦ પહેલાં કેટની અંદર કુંતાસારની માટી ખીણ હતી. તે વખતના લેખક લખે છે કે ખાઈ માં જોઈએ તો ચક્કર આવી જાય. વર્તમાનમાં રામપળની બહાર આપણે જોઈએ તે આપણને મેટી ખાઈ દેખાય છે. તે વખતે રામપળથી કુતાસારના ખાડાના માથા ઉપર થઈને અદબદજીની નજીકમાં થઈને સગાળપોળે અવાતું હતું. મેતીશા શેઠે આ ખાઈ પૂરીને ટ્રક બંધાવી અને બાલાભાઈ શેઠે પણ તેમની પાછળ ટ્રક બંધાવી એટલે હવે રામપળથી મેતીશાની તક આગળ થઈને સગાળપળે જવાય છે.
આગળ જણાવી ગયા છીએ કે રામપળ વગેરેના બધાય દરવાજા હાલમાં નવા થયા છે. શ, ૨૭
(૨૦૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org