Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સ્થાપત્ય ને ફળી
D ગંધારિઆ ચૌમુખજીનું મંદિર. શ્રેષ્ઠ કારીગરે કળાની રમણીયતા બતાવતું આ
મંદિર બનાવ્યું છે. શિલ્પીએ પોતાનું દીલ પરોવીને તેને રમણીય બનાવ્યું છે. તેના નમૂનાનું બીજું કઈ જગે પર મંદિર હશે કે કેમ? તે એક વિચાર માગે છે. E વર્તમાનમાં રામપળ, સગાળપોળ, વાઘણપોળ, હાથીપળ, રતનપોળને અને નવ
ટ્રકના કળા કારીગરીવાળા નવા દરવાજા થયા છે. - કુમારપાળ મહારાજાના દેરાસરમાં પીળા પત્થરનું સુંદર કેરણીવાળું બારશાખ છે.
અને મૂળ દેરાસરની રચના પણ મનહર છે. તેની ભમતિના એક છેડે ૧૪ સ્વપ્ન વિગેરેની સુંદર કળા છે, મંડપની છતમાં પણ કળા છે. G જેની ચારે દિશામાં થઈને સે સ્તંભ છે. એ ચૌમુખજીનું મંદિર ઊંચી બેસણી
વાળું મનહર છે. H આગળ ચાલતાં ઘરના દરવાજા જેવું દેખાતું એક મંદિર છે. તેમાં અંદર આરસના બે હાથી છે. અંદરના દરવાજાની બે બાજુએ ડાબી બાજુ નંદીશ્વર દ્વીપ ને જમણી બાજુ અષ્ટાપદ આરસમાં કરેલા છે. તેની બારીકી કેટલી છે તે તો તે કળા જેનારાજ સમજી શકે. અંદર આરસની છત્રી બનાવવા પૂર્વક આરસના પબાસન પર પ્રભુજી બીરાજમાન કરેલા છે. તે જોવા જેવું તે ખરું જ. નાજુકતામાં કળાકારે કળા કેવી કરી છે તે
તેમાં દેખાય. I અમીઝરા પછી આબેહૂબ સમવસરણને ચિતાર બતાવતું શાસ્ત્રના આધારે સમવસરંણનું
દેરાસર છે. J વિમલવસહી યાને તેમનાથની ચોરીનું દેરાસર-આ મંદિર એટલે કળાને ભંડાર. તેના
રંગમંડપમાં તમાં સુંદર કારીગરીવાળું કામ છે. ત્રણ બાજુના ત્રણ ઘુમટમાં ભરપુર કેરણીવાળું ઝૂલતી પુતળીઓવાળું ને અનેક પ્રસંગોવાળું શિલ્પ કામ છે. આગળ વચમાં ત્રણ ગઢને મેરુ હોય તેવું ચૌમુખજી મહારાજવાળા ત્રણ ગઢવાળું શિલ્પ છે. તેની બે બાજુના ઘુમટમાં કારીગરે પોતાની કળા રેળી છે. બલાનો પણ તે મંદિરને છે. નીચે નમનાથ ભગવાનના જીવનને ચિતાર પાટડામાં કર્યો છે, ને થાંભલામાં પરણવાની તૈયારીમાં ચોરી બાંધવા માંડેલી અધૂરી રહેલી બતાવી છે. ત્યાં મેટે દરવાજે છે. તેને મુખ્યદ્વાર માનવું જ પડે. તે હું પુરાવાઓ સાથે કબૂલ કરાવું તેવું છે. અસલ રસ્તો તે દ્વારથી ચાલીને કુમારપાળને મંદિરે નીકળાય તેમ હતે તેમ માનવું જ પડે, કારણકે તે દ્વારની બે બાજુએ મેટા ગોખલા છે. તેમાં
(૧૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org