Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુજય ગિરિરાજ દશન
સવા મજીએ બંધાવેલું છે. આના શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટ્રકની લંબાઈ પહોળાઈ ર૭૦૪૧૧૬ ફૂટની છે. ચોકની મધ્યમાં ચતુર્મુખ શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે, આગળ તેનો રંગમંડપ આવેલો છે. ત્રણ દિશામાં ચેકીયાળા છે. પાછળની બાજુમાં ચૌમુખજીના દહેરાસરને લાગીને દેરીઓ છે. આ દહેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૭૫માં થઈ છે.
સવાસોમજીને ટેકે ઈતિહાસ વંથલી ગામમાં પ્રમાણિકતા, પ્રતિષ્ઠા અને શુભ નિષ્ઠાના મુદ્રાલેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા, શેઠ, શાહુકારે બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા.
એક વખત એક ઈર્ષ્યાખોર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે “સવચંદ શેઠ બેટમાં છે, માટે તમારી મૂડી હવે પાછી મેળવી લે.”
ગરાસદારે શેઠ પાસે આવી પિતાની બધી મૂડી પાછી માગી. તે ટાઈમે પેઢીમાં એટલી રોકડ રકમ ન હતી. વહાણે આવ્યાં હતાં. ઉઘરાણી પણ જલદી પડે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતો. જે ના કહે તે આબરુ જાય તેમ હતું. શેઠને મૂંઝવણ થઈ. થોડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ ઉપર મેટી હૂંડી લખી આપી. લખાણ લખતાં લખતાં આંસુના બે ટીપાં હૂડી પર પડી ગયાં. હૂંડી ગરાસદારને આપી.
ગરાસદાર નામ પૂછતે અમદાવાદ સોમચંદ શેઠને ત્યાં આવ્યો. શેઠ બહાર ગયા હતા. માણસે એ તેના ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હૂંડી લીધી. વાંચીને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યા, પણ ખાતું મળ્યું નહિ. આથી ગરાસદારને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજો.
ગરાસદારને શંકા પડી, લાખ રૂપિયાની હૂંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા. હૂંડી આપી. સેમચંદ શેઠ હાથમાં હૂંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસડાવી પણ મુનીએ કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદ શેઠની નજર હૂડી પર પડેલાં આસું ઉપર પડી. વળી હૂડીના અક્ષરે પણ ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાને ખાતે રકમ લખીને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી.
થોડા દિવસ પછી સોમચંદ શેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યું. શેઠે અતિથિ ધારી
(૧૩૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org