Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ઓછુંવતું ચારિત્ર પાળનાર હોય તે પણ તે પૂજનીય છે. જગતમાં વિપ્રલોક ઘણું છે. પણ જે કઈ પુણ્યને ગ વગરના હોય તે, જગતમાં દુઃખી દેખાય છે. સાધુપણાના દ્રવ્ય લિંગને–વેશને ધારણ કરનારા તે ક્ષેત્રમાં નાંખેલા ધાન્ય જેવા છે, પણ સંયમ પાળનાર સાધુઓ છીપમાં મોતી જેવાં છે. તેથી તેમની ભક્તિ એ છીપના મેતી જેવી છે. એ રીતે સંયમીની મુખ્યતા જણાવી છે. જ્યારે શ્રાવકે દાન દેનારા છે એટલે તે જેવા જેવા પાત્રમાં આપે તેવું તેવું ફળ મલે, તે ફળ-તે પુણ્ય અહીં દાનાદિથી મળે છેઆથી પુણ્યની રાશિ અહીં એકઠી થાય છે. માટે આ ગિરિરાજ પુણ્યરાશિ કહેવાય છે. (ખમાં ૦૭)
સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન | કર્મ વિગે પામીઆ, કેવલ લક્ષ્મી નિધાન ૧૮ લાખ એકાણુ શિવ વર્મી, નારદર્શી અણગાર /
નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર ૧લાસિ૦૮ આ ગિરિરાજને પામીને સંયમ ધારણ કરનાર એવા ઘણા મહામુનિવરે, આ ગિરિરાજ પર ગિરિરાજનું એકાગ્રતા પૂર્વક ધ્યાન લગાવીને, તપ સારી રીતે કરે છે. તે ધ્યાન અને તપના પ્રભાવે સર્વ કર્મોને ક્ષય કરીને, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીના મેળવનાર બને છે. આથી જેમનું બ્રહ્મચર્ય અખંડ છે, વળી જેઓ જગતમાં એક બીજાને અથડામણ કરાવનાર પણ છે, છતાં અંતે આ ગિરિની આરાધના કરે છે અને પિતાની સાથે બીજાઓને પણ આરાધનામાં જોડે છે, તે નારદમુનિ એકાણું લાખ સાધુઓની સાથે આ ગિરિ પર નિર્વાણપદને પામ્યા. તેથી આ ગિરિરાજનું આઠમું નામ શ્રીપદગિરિ એવું પડયું. (ખમા૦૮)
શ્રીસિમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ |
ઈન્દ્રની આગળ વર્ણવ્યો, તેણે એ ઈન્દ્રપ્રકાશ ૨સિહા જમ્બુદ્વીપના મહાવિદેહમાં વર્તમાન વીશ તીર્થકરમાંથી, શ્રીસિમંધર સ્વામીએ આ ગિરિરાજને અપરંપાર મહિમા ઈન્દ્રને પ્રકાશ્ય-વર્ણ, તે કારણથી ગિરિરાજ ઈન્દ્રપ્રકાશ નામથી પણ કહેવાય છે. (ખમા૦૯)
દશ કેડી અણુવ્રત ધરા, ભક્ત જમાડે સાર | જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહિ પાર રા. તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન | દેતાં લાભ ઘણે હવે, મહાતીર્થ અભિધાન રરાસિદ્ધા૦૧ના
(૧૫૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org