Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
રામપાળથી બહાર નીકળી દેવકી ષટ્ નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે. ચૈત્યવંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રીઆદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનુ ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાંથી આગળ ચાલે એટલે શ્રીઅજિત—શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. ખામાં ચૌલણ તલાવડી આવે છે, ત્યાં ખેડા-સૂતા-ઊભા ૯, ૨૧ લાગસ્સના કાઉસ્સગ કરે છે. ત્યાંથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રદ્યુમ્નની દેરી આવે છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઊતરવાની શરુઆત કરે છે. એટલે ધીરે ધીરે ઊતરીને સિડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદાનાં પગલાં છે. ત્યાં પણ દર્શન-ચૈત્યવંદન કરીને પડાવમાં જાય છે. આ પ્રદક્ષિણાના રસ્તા અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હાય, તેને ફ્રી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. પડાવમાં જુદાં જુદાં ગામના-જુદાં જુદાં મંડળેાના પડાવ હોય છે. શેઠ આ. કે. પેઢીના પણ પડાવ ત્યાં હોય છે. આની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાના લાભ લે છે. તે મેળા જોવા જેવા હાય છે.
૫. ફાગણ વદ ૮ (શાસ્ત્રીય ચૈત્ર વદ૮) એ શ્રી આદીશ્વર ભગવાનના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકના દિવસ છે એટલે તે દિવસે દાદાની યાત્રા કરવા યાત્રાળુઓ પધારે છે.
૬. ચૈત્રી પૂર્ણિમા :-ચે. સુ. ૧૫ શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુંડરીક સ્વામીએ આ ગિરિ પર પેાતાને અને પેાતાના પિરવારને લાભ છે એમ ભગવાનના મુખથી જાણીને સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાના પ્રતાપે અનશન કરીને ચત્રી પૂર્ણિમાના દિવસે પાંચ કરોડ મુનિ સાથે મેક્ષે ગયા. તેથી ગિરિરાજના મહિમા વધ્યા, અને પુંડરીક ગિરિ એવું નામ પણ થયું. આથી ભવ્યજીવો ચૈત્રી પૂર્ણિમાના દિવસ મહિમાના ગણે છે અને ગામે ગામથી-દેશે દેશથી (વમાનમાં) યાત્રાએ આવે છે અને યાત્રા કરે છે. ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ પુષ્પોની માળા વગેરે ચઢાવે છે. વળી અન્ય કામખેડુત આદિ પણ આ દિવસે શ્રીગિરિરાજ પર આવે છે. યાત્રાના લાભ લે છે, રાસડા વગેરે લે છે, અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનુ' પર્વ ઊજવે છે,
૭. અક્ષય તૃતીયા:વૈશા ખ સુદ ૩-શ્રીઆદીશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે દાનધર્મની પ્રવૃત્તિ પ્રચલિત નહેાતી. આથી ફા. વ. ૮થી એક વર્ષ સુધી પ્રભુને આહાર પાણી મળેલાં નથી. એથી આ વર્ષીતપ કહેવાય છે, ખીજે વર્ષે વૈ, સુ. ૩ના દિવસે પ્રભુ હસ્તિનાપુરમાં પધારે છે, ત્યાં શ્રેયાંસકુમાર છે. રાજા-શેઠ અને શ્રેયાંસકુમારને રાત્રે સ્વપ્ન આવે છે. રાજદરબારમાં ત્રણે ભેગા થાય છે. એ ત્રણેમાં શ્રેયાંસકુમારને લાભ થશે એમ જણાય છે. ગૂઢા સમજાતા
(૧૯૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org