Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પટ જુહારવાની પ્રથા ત્યાં મંદિરના માળ પર ગોખલામાં લાકડા પર ચીતરેલ ચિત્રો છે. અને બાજુમાં જ ચૌદરાજ લેક તેમજ શ્રી શત્રુંજયને પટ લાકડા પર ચીતરેલ મોજૂદ છે. તે મંદિરના ઉપરના મધ્ય ભાગમાં અષ્ટાપદ રચેલો છે તેનાં દર્શન થાય છે. આની અંજનશલાકા કરનાર તરીકે જ્ઞાનવિમલસૂરિ મહારાજને ઉલ્લેખ છે. એનો સંવત્ ૧૭૮૦ આપવામાં આવ્યો છે. એટલે તે બધાના કારક તેઓ છે.)
પટ જુહારવામાં સાક્ષાત્ ગિરિરાજનાં દર્શન જેટલું મહત્વ છે. એટલે પટ જુહારવાના સ્થળે ભાથું પણ વહેંચવાનો રિવાજ વર્તમાનમાં દેખાય છે.
પ્રકરણ ૧૭ મું સંવત ૧૮૪૪માં શ્રી શત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાઓ સંવત્ ૧૮૪૪ વર્ષે વૈશાખ સુદ ૪ શ્રીસિદ્ધાચલ ઉપરે દહેરાં તથા પ્રતિમાની સંખ્યા કુલ ૩૯૬પ છે, જેમકે :
* આ લખાણ સારાભાઈ મણિભાઈ નવાબના “શત્રુંજય તીર્થોદ્ધાર” સંગ્રહમાંથી લીધું છે. આ બધો સંગ્રહ તેમની હાથ કાપીને છે. આ આખોયે સંગ્રહ છપાવવા જેવો છે. તેમાં નીચે પ્રમાણે વિષયે. આવેલા છે. ૧. શ્રી શત્રુંજ્ય તીર્થના ઉદ્ધારકે ૨. ઐતિહાસિક પ્રમાણે ૩. સમયસુંદરજી કૃત વસ્તુપાલ તેજપાલને રાસ ૪. ઉદયરત્ન વિરચિત સિદ્ધાચલમંડન ઋષભજિન સ્તવન ૫. શાંતિસૂરિકૃત શત્રુજ્ય ભાષ ૬. સંવત શ, ૨૬
(૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org