Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
પ્રકરણ-૧૬ સુ
પટ જીહારવાની પ્રથા
દર વરસે ચાતુર્માસ દરમિયાન સાધુ, સાધ્વી એક સ્થળે સ્થિરતા કરે છે, અને ચાતુર્માસમાં આરાધનાના લાભ સંઘને પણ મળે છે. ચાતુર્માસ પૂરુ થાય એટલે ગિરિરાજ શ્રીશત્રુંજય ઉપર ચડવાની છૂટ થાય છે. તેથી કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસનું પરિવર્તન કરાવવામાં આવે છે. અને તે તે ગામના ચતુર્વિધ સ`ઘ ગામની બહાર ચાગ્ય સ્થળે શ્રીશત્રુંજય ગિરિરાજના પટ બાંધી તેના દર્શને નીકળે છે. મુળ હેતુ તા શ્રીગિરિરાજની યાત્રા કરવાના હાય છે, પણ જ્યારે એ શક્ય ન હાય ત્યારે ગિરિરાજને હારવાના મહાને ગામ બહાર પટ બાંધી, ત્યાં ચૈત્યવંદન અને ખમાસમણાં દેવામાં આવે છે. પટ જીહારતી વખતે કાઈ ૨૧ કે ૧૦૮ ખમાસમણાં દે છે,
આ પટ જીહારવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેના ઉલ્લેખ કોઈ જગ્યાએથી મને મન્યા નથી; પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પાસે શાંતિદાસ શેઠ (પેઢીના વહીવટદાર)ના વખતના સ. ૧૬૭૯ ના પટ હજી વિદ્યમાન છે. જાણવા પ્રમાણે આ પટના અમુક ભાગ • માર્ગ'ના અંકમાં છપાયા છે. આ ઉપરાંત સુરતમાં એક પાટિયા પર ૧૦×૮ ફૂટનેા એક પટ ચીતરેલા સહવત ૧૭૮૦ના માદ છે. આ પરથી પટ જીહારવાની પ્રથા ઘણી પ્રાચીન છે એમ કહી શકાય.
(વળી સુરતના સૈયદપૂરામાં શ્રીન‘દીશ્વરદ્વીપનુ' દેરાસર છે. ત્યાં લાકડાની નદીશ્વરદ્વીપની અપૂર્વ રચના છે. આ રચના શ્રાવણ સુદ આઠમથી ભાદરવા સુદ ૮ સુધી ગેાઠવવામાં આવે છે. અને તે વખતે ડુંગરો પર પ્રતિમાજી પધરાવવામાં આવે છે. વળી
( ૨૦૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org